ગુજરાતમધ્ય ગુજરાત

પાવાગઢ ખાતે શ્રીફળ વિવાદ : વેપારીઓ, બજરંગ દળનો વિરોધ, તંત્રને આવેદન આપી કરી રજૂઆત, આંદોલનની ચીમકી

Text To Speech

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે છોલેલા શ્રીફળ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ગઈ કાલથી આ નિયમનું પાલન કરાવવામા આવી રહ્યું છે. ત્યારે ગઈ કાલે સ્થાનિક વેપારીઓ સહિત વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે મંદિર ટ્રસ્ટના નિર્ણય સામે વિરોધ કર્યો હતો.

છોલેલું શ્રીફળ મંદિરમાં લાવવા અને વધેરવા પર પ્રતિબંધ

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે છોલેલું શ્રીફળ મંદિરમાં લાવવા અને નજીકમાં વધેરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ગઈ કાલથી આ નિયમનુ પાલન કરાવવામાં આવી રહ્યું છે.અને યાત્રાળુઓને માટે ટ્ર્સ્ટ દ્વારા શ્રીફળ વધેરવા એક મશીન પણ મુકવામાં આવ્યું છે. ટ્રસ્ટે માતાજીના મંદિરની આસપાસ ગંદકી ન થાય તે માટે આ નિર્ણય લીધો હોવાનુ જણાવ્યું હતુ

પ્રસાદ વિવાદ - Humdekhengenews

બજરંગદળે નોંધાવ્યો વિરોધ, ઉગ્ર વિરોધની ચીમકી

છોલેલું શ્રીફળ વઘેરવા પર પ્રતિબંધના આ નિર્ણયથી પાવાગઢના સ્થાનિક વેપારીઓ અને વીએચપી બજરંગ દળમાં નારાજગી જોવા મળી રહી છે. અને આ પ્રતિબંધ હટવવા વેપારીઓ અને બજરંગદળ દ્વારા હાલોલ મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. અને ટ્રસ્ટ પર હિન્દૂ સમાજની લાગણી સાથે ચેડાં કરવાનો આક્ષેપ કર્યો હતો અને વર્ષોથી ચાલી આવતી પરંપરા ચાલુ રાખવા માંગ કરી હતી. તેમજ તેનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર વિરોધ કરવાની ચીમકી પણ આપી હતી.

વેપારીઓએ કરી રજૂઆત

બીજી તરફ સ્થાનિક વેપારીઓએ પણ ટ્રસ્ટના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યુ હતુ કે પાવાગઢ મંદિર પરિષદમાં ગંદકી ન થાય તે માટે છોલેલા શ્રીફળ તેઓએ મંગાવ્યા છે. અને નવરાત્રીના 15 દિવસ જાહેરનામુ બહાર પડતુ હોવાથી તેઓએ શ્રીફળનો સ્ટોક પણ મંગાવી લીધો છે. અને જો છોલેલા શ્રીફળ લેવામાં નહી આવે તો વેપારીઓને મોટુ આર્થીક નુકસાન જશે. જેથી વેપારીઓએ આ બાબતે રજૂઆત કરી હતી.

આ પણ વાંચો : સી-પ્લેન બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હવે ઈ-રિક્ષા પણ બંધ કરાઈ, 3 માસમાં 30 ઇ – રિક્ષામાં આગ

Back to top button