ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હી દારૂ કૌભાંડ: તેલંગાણા CMની પુત્રી આજે ફરી ED સમક્ષ થશે હાજર

EDએ કવિતાને આજે ફરી પૂછપરછ માટે બોલાવી છે.  સોમવારે EDએ BRS નેતા અને તેલંગાણાના મુખ્યમંત્રી કે.સી રાવની પુત્રી કવિતાની લગભગ 10 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. કવિતા સવારે 10:30 વાગ્યે દિલ્હીના ED હેડક્વાર્ટર પહોંચી હતી. તેમની પૂછપરછ અને નિવેદન નોંધવાની કાર્યવાહી સવારે 11 વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી અને રાત્રે 8:45 વાગ્યા સુધી ચાલી હતી. જણાવી દઈએ કે આ દારૂ કૌભાંડમાં સીબીઆઈએ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી રહી ચુકેલા મનીષ સિસોદિયાની ધરપકડ કરી છે.

EDએ બીજી વખત BRS MLC કવિતાની પૂછપરછ કરી છે. પહેલીવાર તેમણે 11 માર્ચે સવાલોના જવાબ આપ્યા હતા. તે પછી તેણીને 16 માર્ચે ફરીથી બોલાવવામાં આવી હતી, પરંતુ તે જ કેસમાં તે સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ મામલો ટાંકીને હાજર થઈ ન હતી. EDએ તેમને 20 માર્ચે હાજર થવા કહ્યું હતું, તેમની અરજી ફગાવી દીધી હતી કે કેસ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટ 24 માર્ચે કવિતાની EDની તપાસ રોકવાની અરજી પર સુનાવણી કરવાનો નિર્ણય કરશે.

કંઈ ખોટું કર્યું નથી- કવિતા

બીઆરએસ નેતાએ પોતાને નિર્દોષ જાહેર કર્યા છે. કવિતા કહે છે કે તેણે કંઈ ખોટું કર્યું નથી. તેમણે આરોપ લગાવ્યો છે કે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર EDનો ઉપયોગ કરી રહી છે કારણ કે ભગવા પક્ષ “પાછલા બારણે” તેલંગાણામાં પ્રવેશ કરી શક્યો નથી.

આરોપીઓનો સામનો થવાની અપેક્ષા

EDએ તેમની પૂછપરછ દરમિયાન આ કેસમાં ધરપકડ કરાયેલા હૈદરાબાદ સ્થિત બિઝનેસમેન અરુણ રામચંદ્ર પિલ્લઈ અને તેમના ભૂતપૂર્વ ઓડિટર બુચીબાબુ ગોરંતલા સાથે સામ-સામે આવ્યા હોવાનું માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે 11 માર્ચે, એજન્સીએ પિલ્લઈ અને અન્ય આરોપીઓના નિવેદનોને ટાંકીને કવિતાની પૂછપરછ કરી હતી. કવિતાનું નિવેદન PMLA હેઠળ નોંધવામાં આવી રહ્યું છે.

કવિતાનું નામ કેવી રીતે આવ્યું?

દારૂ કૌભાંડમાં આમ આદમી પાર્ટીના નેતાઓ પર 100 કરોડ રૂપિયાની લાંચ આપવાનો આરોપ છે. આ કેસમાં હૈદરાબાદના બિઝનેસમેન અરુણ પિલ્લઈની ધરપકડ કરવામાં આવી છે. આરોપ છે કે અરુણ જે કંપની ચલાવે છે તે કવિતાની છે. કવિતા કંપનીમાં 65 ટકા હિસ્સો ધરાવે છે. અરુણ આ કંપનીનું પ્રતિનિધિત્વ કરતો હતો. કહેવાય છે કે કવિતા અને આમ આદમી પાર્ટી વચ્ચે ડીલ થઈ હતી. તે મુજબ કવિતાની કંપનીને દિલ્હીમાં એન્ટ્રી આપવામાં આવી હતી. પિલ્લઈએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે આ અંગે એક બેઠક થઈ હતી. તેમાં કવિતા, અભિષેક બોઈનાપલ્લી, અરુણ પિલ્લઈ, બૂચી બાબુ, વિજય નાયર, દિનેશ અરોરા હાજર હતા. આ બેઠકમાં લાંચ અંગે ચર્ચા થઈ હતી. આરોપ છે કે બોઈનપલ્લીએ નાયર અને તેના સહયોગી દિનેશ અરોરા સાથે મળીને 100 કરોડ રૂપિયાની લાંચ ટ્રાન્સફર કરી હતી.

આ પણ વાંચોઃ Breaking News : દારૂ કૌભાંડ કેસમાં મનીષ સિસોદિયાની ધરપકડ, 8 કલાકની પૂછપરછ બાદ કાર્યવાહી

મનીષ સિસોદિયાને જેલમાં જવું પડ્યું

આ દારૂ કૌભાંડમાં દિલ્હીના ડેપ્યુટી સીએમ રહી ચૂકેલા મનીષ સિસોદિયાને જેલ જવું પડ્યું હતું. સિસોદિયાની પૂછપરછ બાદ તાજેતરમાં સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તેમણે પોતાના પદ પરથી પણ રાજીનામું આપવું પડ્યું હતું.

Back to top button