ગુજરાતટોપ ન્યૂઝ

ઉનાળો શરૂ થવા પહેલાં ફરી આજે વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી

Text To Speech

આગામી 22 અને 23 માર્ચ સુધી રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થવાનું ચાલુ રહેશે. જેમાં હજી પણ કેટલાંક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. રાજસ્થાન ઉપર વેસ્ટર્ન સિસ્ટમ સક્રિય હોવાને કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ સાંજના સમયે વરસાદ રહેશે. હવામાન વિભાગ દ્વારા કચ્છ, રાજકોટ, ભાવનગર, અમરેલી, બોટાદ, સાબરકાંઠા, બનાસકાંઠા, અમરેલી જેવા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, ડાંગ, તાપી, સુરત, નર્મદા, ભરૂચમાં પણ વરસાદની આગાહી છે.

કમોસમી વરસાદ -humdekhengenews

આવતીકાલે 22 માર્ચના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર,પરોબંદર, જુનાગઢ, અમરેલી, ભાનવગર, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફુકાશે અને ગાજવીજ સાથે સામાન્ય વરસાદ થશે. આ ઉપરાંત 23 માર્ચના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, જામનગર,પરોબંદર, જુનાગઢ, અમરેલી, ભાનવગર, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફુકાશે અને ગાજવીજ સાથે સામાન્ય વરસાદ થઇ શકે છે.

જામનગર શહેર અને જિલ્લામાં વરસાદ

આ તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ પોતાની આગાહીમાં જણાવ્યુ છે કે, માવઠાના મારથી છુટકારો મળે તો સારું છે પરંતુ વારંવાર સિસ્ટમ બની રહી છે. જેના કારણે માવઠું થઈ રહ્યું છે. હજી પણ 22 માર્ચ સુધી માવઠું યથાવત રહેશે. 20 માર્ચથી માવઠામાંથી મોટા ભાગના વિસ્તારને છૂટકારો મળશે અને ત્યાર બાદ ગરમીનું પ્રમાણ વધશે.

આ પણ વાંચો : ગુજરાત: ખાલિસ્તાઓની ક્લિપના ધમકીભર્યા મેસેજ મોકલવાના કાવતરામાં થયા ખુલાસા

તેમણે એવુ પણ જણાવ્યુ કે, ગરમીના કારણે ફરી વાતાવરણ પલટો આવશે 26થી 28 માર્ચના ફરી સિસ્ટમ સક્રિય થશે. બંગાળના ઉપસાગરની અસર થશે અને અરબી સમુદ્રનો ભેજ ગુજરાત તરફ આવશે. જેના કારણે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત , સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં કમોસમી વરસાદ થશે.

કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનને લઈને સરકાર સર્વે કરશે. સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, મુખ્યમંત્રી દ્વારા તપાસના આદેશ અપાયા છે. તેમણે કહ્યું કે, હાલ માવઠું હજુ ચાલી છે હજુ પણ આગાહી છે. એટલે માવઠું પૂર્ણ થયા બાદ ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે હાથ ધરાશે અને નિયમ પ્રમાણે નુકસાની પેટે વળતર ચૂકવવા સરકાર વિચારશે.

આ પણ વાંચો : ગુજરાતના આ વિસ્તારમાં 40 હજાર હેક્ટરથી વધુમાં પાક નિષ્ફળ જવાની ભીતિ

Back to top button