વર્લ્ડ

નેપાળ : દહલ સરકારે જીત્યો વિશ્વાસનો મત, પીએમની તરફેણમાં 172 મત પડ્યા

Text To Speech

નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલની સરકારને હાલમાં કોઈ ખતરો નથી. પ્રચંડની પીએમની ખુરશી પણ સુરક્ષિત છે. તેમણે સોમવારે સંસદમાં વિશ્વાસનો મત જીત્યો હતો. ગૃહમાં હાજર કુલ 262 સભ્યોમાંથી નેપાળના પીએમની તરફેણમાં 172 મત પડ્યા હતા. 89એ તેમની વિરૂદ્ધ મતદાન કર્યું અને એક ગેરહાજર રહ્યા હતા. દરમિયાન નેપાળના નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ રામ સહાય પ્રસાદ યાદવે સોમવારે શપથ લીધા હતા.

Nepal PM Pushpa Kamal Dahal
Nepal PM Pushpa Kamal Dahal

10 રાજકીય પક્ષોનું સમર્થન મળ્યું

નેપાળની કોમ્યુનિસ્ટ પાર્ટી (ઇએમએલ) અને રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી (રાપરપા) એ સરકારને ટેકો પાછો ખેંચી લીધા પછી દહલે બહુમતી સાબિત કરવી પડી હતી. દહલના નેતૃત્વ હેઠળની વર્તમાન સરકારને નેપાળી કોંગ્રેસ, માઓવાદી કેન્દ્ર, સંકલિત સમાજવાદી સહિત 10 રાજકીય પક્ષોનું સમર્થન છે.

નેપાળી કોંગ્રેસ સમર્થનમાં

આ પહેલા નેપાળી કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન પુષ્પ કમલ દહલને મત આપવા માટે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના સભ્યોને વ્હીપ જારી કરવામાં આવ્યો હતો. રવિવારે કોંગ્રેસ સંસદીય દળના નિર્ણય અનુસાર વડાપ્રધાન દહલની તરફેણમાં વિશ્વાસનો મત પસાર કરવા અને સરકારમાં ભાગ લેવા માટે સાંસદોને વ્હીપ જારી કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના ચીફ વ્હીપ રમેશ લેખીએ ધ્યાન દોર્યું કે નેપાળના બંધારણ મુજબ નેપાળી કોંગ્રેસે સરકારના સમર્થનમાં વડાપ્રધાનનો સાથ આપ્યો છે.

રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી એક સાથે આવી

રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSVP) એ દહલને વિશ્વાસ સમર્થન આપવાનું નક્કી કર્યું. આ સાથે જ ડેમોક્રેટિક સોશ્યલિસ્ટ પાર્ટીએ પણ વડાપ્રધાન દહલને વિશ્વાસનો મત આપવાનો નિર્ણય કર્યો છે. સંસદીય દળની બેઠકમાં વિશ્વાસ મતને સમર્થન આપવાનો નિર્ણય લેવાયો હતો.

Back to top button