રાધિકા આપ્ટેએ ખોલ્યું બોલિવૂડનું ડાર્ક સિક્રેટ, કહ્યું- પહેલા બ્રેસ્ટ સર્જરી, પછી પગ અને…
રાધિકા આપ્ટેએ પોતાની એક્ટિંગના જોરે ઈન્ડસ્ટ્રીમાં પોતાને સાબિત કરી છે. જોકે, બોલિવૂડમાં સ્થાન બનાવવું તેના માટે સરળ કામ નહોતું. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં તેણે જણાવ્યું હતું કે, જ્યારે તે ઈન્ડસ્ટ્રીમાં નવી હતી ત્યારે તેના શરીરને લઈ તેને બ્રેસ્ટ સર્જરી અને તેનું નાક ઠીક કરવા માટે કહેવામાં આવ્યું હતું. એટલું જ નહીં, સલાહ આપનારાઓએ તેના પગથી લઈને જડબા સુધી દરેક જગ્યાએ થોડો સુધારો કરવા કહ્યું હતું. આવા સૂચનો આ ઈન્ડસ્ટ્રીમાં નવા નથી. ઘણી અભિનેત્રીઓ આવી વાતો જણાવી ચૂકી છે. આવો જાણીએ રાધિકા આપ્ટેએ શું કહ્યું.
નાકથી લઈ પગ સુધી દરેક જગ્યાએ સર્જરી…
રાધિકા આપ્ટેએ પાર્ચ્ડ જેવી ફિલ્મોમાં બોલ્ડ રોલ કર્યા છે. આ સાથે જ બદલાપુર, અંધાધૂન જેવી ફિલ્મોમાં પણ તેની એક્ટિંગના વખાણ થયા છે. તેણે ફિલ્મ સાથેની વાતચીતમાં ઘણા ખુલાસા કર્યા છે. રાધિકાએ કહ્યું, જ્યારે હું ઈન્ડસ્ટ્રીમાં નવી હતી ત્યારે મારા પર દબાણ હતું. મને મારા મોટા શરીર અને ચહેરા પર ઘણા ફેરફારો કરાવવા માટે કહેવામાં આવ્યું હતું. પહેલી મીટિંગમાં મને નાકની સર્જરી કરાવવાનું કહેવામાં આવ્યું. બીજી મીટિંગમાં તેને ફરીથી બ્રેસ્ટ સર્જરી કરાવવા અને પછી મને પગ પર, પછી જડબામાં અને ગાલ પર પણ સર્જરી કરવા માટે કહેવામાં આવ્યું હતું.
મારી જાતને પ્રેમ કરવા લાગી
રાધિકાએ કહ્યું કે, તે આ બધી સલાહથી પ્રભાવિત નથી થઈ અને ન તો તેનો આત્મવિશ્વાસ ઘટ્યો છે. તે કહે છે કે, મને મારા વાળ કલર કરવામાં પણ 30 વર્ષ લાગ્યા હતા. હું એક ઈન્જેક્શન પણ લેવાની નથી. આ બધાને કારણે હું મારા શરીરને વધુ પ્રેમ કરવા લાગી હતી.