ગુજરાત

ગુજરાતમાં શ્રમિકોના વેતનમાં 25 ટકા જેટલો વધારો કરતી રાજ્ય સરકાર

Text To Speech

રાજય સરકાર દ્વારા આજે શ્રમિકોના વેતનમાં 25 ટકા જેટલો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના શ્રમમંત્રીએ ધારાસભામાં જણાવ્‍યું હતું કે લઘુત્તમ વેતન અધિનિયમ હેઠળ જુદા જુદા 46 વ્‍યવસાયના લઘુતમ વેતનદારોમાં હાલ કુશળ શ્રમીકને કોર્પોરેશન વિસ્‍તારો તથા નગરપાલિકાઓ અને સ્‍થાનિક સત્તામંડળ હેઠળના વિસ્‍તારોમાં માસીક વેતન રૂા.9887.80 મળે છે. તેના સ્‍થાને માસિક વેતન રૂા.12,324 મળશે. આમ થવાની શ્રમીકના માસિક વેતનમાં રૂા.2436.20નો વધારો એટલે કે 24.63 ટકાનો વધારો થશે.

અર્ધ કુશળ અને બિન કુશળ શ્રમિકને શું મળશે ?

તે જ રીતે અર્ધ કુશળ શ્રમીકને માસીક વેતન રૂા.9653.80 મળે છે. તેના સ્‍થાને માસીક વેતન રૂ.11,986 મળશે એટલે કે તેમાં રૂા.2332.20નો માસીક વધારો થશે જે સરેરાશ 24.15 ટકાનો વધારો થાય છે. તે જ રીતે બીનકુશળ શ્રમીકને માસીક વેતન રૂ.9445.80 મળે છે તેના સ્‍થાને માસીક વેતન રૂ.11752 મળશે એટલે કે રૂા.2306.20 નો માસીક વધારો થશે જે સરેરાશ 24.41 ટકાનો વધારો થાય છે.

Balvantsinh Rajput Gujarat minister Hum Dekhenge News

કોર્પોરેશન અને ન.પા. વિસ્તારમાં શું ફેરફાર થશે ?

કોર્પોરેશન વિસ્‍તારો તથા નગરપાલીકાઓ અને સ્‍થાનિક સત્તામંડળ હેઠળના વિસ્‍તારો સિવાયના કુશળ શ્રમીકને માસીક વેતન રૂ.9653.80 મળે છે તેના સ્‍થાને માસીક વેતન રૂા.12,012 મળશે એટલે કે તેમાં રૂા.2358.20 નો માસીક વધારો થશે. જે સરેરાશ 24.42 ટકાનો વધારો થાય છે. તે જ રીતે અર્ધકુશળ શ્રમીકને રૂ.9445.80 ના સ્‍થાને માસીક વેતન રૂ.11752 મળશે એટલે કે તેમાં રૂા.2306.20 નો માસીક વધારો થશે. જે સરેરાશ 24.41 ટકાનો વધારો થાય છે. તથા બિન કુશળ શ્રમીકને માસીક વેતન રૂા.9237.80 મળે છે તેના સ્‍થાને રૂ.11466 મળશે એટલે કે રૂ.2228.20 નો માસીક વધારો થશે જે સરેરાશ 24.12 ટકાનો વધારો થાય છે. આમ, આ સરકારે શ્રમીકોના વેતનમાં સૌ પ્રથમ વખત 25 ટકા જેટલો માતબર વધારો કરેલ છે. વેતનમાં થનારા આ સુધારાથી પ્રત્‍યક્ષ અને પરોક્ષ રીતે રાજયના અંદાજે 2 કરોડથી વધુ લોકોને ફાયદો થશે તેમ શ્રમમંત્રીએ જણાવ્‍યું હતું.

Back to top button