વિમેન્સ પ્રીમિયર લીગની 17મી મેચમાં યુપી વોરિયર્સે ગુજરાત જાયન્ટ્સને હરાવ્યું હતું. ગુજરાતે યુપી સામે 179 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. જેના જવાબમાં યુપીએ 20મી ઓવરમાં એક બોલ બાકી રહેતા જીત મેળવી લીધી હતી. આ મેચમાં ગુજરાત જાયન્ટ્સને ત્રણ વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે યુપીની ટીમે પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ત્યારે ગુજરાત જાયન્ટ્સ સાથે રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમો પહેલાથી જ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગઈ છે.
ગુજરાતે ટોસ જીતી 6 વિકેટે 178 રન કર્યા હતા
આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 178 રન બનાવ્યા હતા. દયાલન હેમલતાએ 33 બોલમાં 57 રન અને એશ્લે ગાર્ડનરે 39 બોલમાં 60 રન બનાવ્યા હતા. જવાબમાં યુપીએ 19.5 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. તાહિલા મેકગ્રાએ 38 બોલમાં 57 રન અને ગ્રેસ હેરિસે 41 બોલમાં 72 રન બનાવ્યા હતા.
પોઇન્ટ ટેબલ ઉપર ગુજરાત અને બેંગ્લોર
આ જીત સાથે યુપીના સાત મેચમાં આઠ પોઈન્ટ થઈ ગયા છે. તેની હજુ એક મેચ બાકી છે. આ સાથે જ ગુજરાતના તમામ આઠ મેચમાંથી ચાર પોઈન્ટ છે. બેંગ્લોરના પણ સાત મેચ બાદ ચાર પોઈન્ટ છે. જો RCB ટીમ છેલ્લી મેચ જીતી જાય તો પણ તેઓ મહત્તમ છ પોઈન્ટ જ મેળવી શકશે અને યુપી સાથે મેચ કરી શકશે નહીં.
WPL માં બાકીની મેચો
20 માર્ચ MI vs DC સાંજે 7:30 PM DY પાટિલ સ્ટેડિયમ
21 માર્ચ RCB vs MI બપોરે 3:30 PM DY પાટિલ સ્ટેડિયમ
21 માર્ચ UPW vs DC સાંજે 7:30 PM, બ્રેબોર્ન સ્ટેડિયમ
24 માર્ચ એલિમિનેટર સાંજે 7:30 PM DY પાટિલ સ્ટેડિયમ
26 માર્ચ, સાંજે 7:30 વાગ્યે ફાઇનલ, બ્રેબોર્ન સ્ટેડિયમ