પાલનપુર: ડીસાના સાઇક્લીસ્ટ નો ભારતમાં ડંકો
- * ડીસાનો સાઇક્લીસ્ટ આવ્યો ત્રીજા ક્રમે
*ધરોઈ થી વડનગર 45 કિમી સાઇકલીંગ સ્પર્ધા યોજાઇ હતી. - *ભારતભરમાંથી 1000 જેટલા સાઇક્લીસ્ટોએ ભાગ લીધો હતો
પાલનપુર : સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત અને ગુજરાત ટુરીઝમ ના સંયુક્ત ઉપક્રમે 19 માર્ચ ’23 ના રોજ ધરોઇ થી વડનગર 45 કિમી સાઇકલીંગ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં આખા ભારતભર માંથી 1000 જેટલા સાઇક્લીસ્ટો એ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ડીસાના 15 સાઇક્લીસ્ટોની ટીમ સાઇક્લીંગ લવર્સ એ ભાગ લીધો હતો.
જેમાં સમગ્ર સ્પર્ધામાં ડીસા ના તાત્પર્ય પંચાલએ ત્રીજો નંબર મેળવી ડીસા નો ડંકો આખા ભારતભરમાં વગાડ્યો હતો.
ડીસા ના બીજા તમામ મિત્રો એ પણ ટોપ 25 માં સ્થાન મેળવી ગૌરવ વધાર્યુ એવુ ગ્રુપના મેન્ટર શશિકાંત શાહ એ જણાવ્યુ હતુ.ત્રીજા નંબરે આવેલા તાત્પર્ય પંચાલે પોતાની જીત નો શ્રેય પોતાની ટીમના સભ્યોને આપતા ડીસાના ગૌરવમાં વધારો કરવા બદલ હર્ષની લાગણી અનુભવી હતી. સાથેસાથે ડીસાના આ ગ્રુપે તમામ લોકોને સાઇકલીંગ કરી ફીટ રહેવા અપીલ કરી હતી.
આ પણ વાંચો : પાલનપુરમાં સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા 15 અનાથ દીકરીઓના હાથ પીળા કરાયા