ગુજરાતટ્રેન્ડિંગધર્મ

ચૈત્રિ નવરાત્રીએ પાવાગઢ આવનાર દર્શનાર્થીઓ માટે GSRTC દ્વારા ધુ 60 બસો મુકવાનું આયોજન

Text To Speech

ચૈત્રી નવરાત્રીએ પાવાગઢમાં માઈભક્તોનું પૂર ઉમટી પડે છે. દેશ-વિદેશમાં વસતા માઈભક્તો આ પવિત્ર દિવસોમાં પાવાગઢના ડુંગર પર બિરાજમાન મા કાલિકાના દર્શન કરીને  ધન્ય બનતા હોય છે. ત્યારે ચૈત્રિ નવરાત્રીના તહેવાર દરમ્યાન માતાજીના દર્શન કરવા પાવાગઢ ખાતે આવતા દર્શનાર્થીઓની સુવિધા માટે એસ.ટી.વિભાગ ગોધરા દ્વારા તા.૨૨/૦૩/૨૦૨૩ થી તા.૦૬/૦૪/૨૦૨૩ સુધી વધારાની ૬૦ બસો ફાળવવામાં આવી છે. જેનું સંચાલન કરવા માટે પણ GSRTC  દ્વારા આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

ફાઈલ તસવીર

આ ઉપરાંત તમામ ટ્રીપ અને અન્ય બાબતોના સુચારું આયોજન માટે એસ.ટી વિભાગના ૨૫૦ જેટલા કર્મચારીઓને રાઉન્ડ ધી કલોક ફરજો સોપવામાં આવી છે. તથા સ્થળ ઉપર મંડપ, બેઠક વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા તેમજ બસમાં બેસવા માટે લાઈન દોરી સહીતની વ્યવસ્થા બાબતે મુસાફરોને કોઈ પણ જાતની મુશ્કેલી થવા ન પામે તે માટે વિભાગના વિવિધ અધિકારીઓ દ્વારા રાઉન્ડ ધી ક્લોક હાજર રહી મોનીટરીંગ કરવામાં આવે છે. ધર્મપ્રેમી જનતાને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તેની તકેદારી રાખવામાં આવશે.

ફાઈલ તસવીર
Back to top button