ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

ચૈત્ર મહિનામાં સામાન્ય મીઠાને બદલે સિંધવ મીઠાનું સેવન કરવાના શું છે ફાયદા?

ચૈત્ર મહિનામાં નવરાત્રિનું પવિત્ર પર્વ પણ આવે છે. નવ દિવસોમાં ‘મા ભગવતી’ની પૂજા વિધિ પ્રમાણે કરવામાં આવે છે. આ દિવસોમાં ભક્તો દેવીને પ્રસન્ન કરવા તેમની ભક્તિમાં લીન થઈ જાય છે. એવું માનવામાં આવે છે કે નવરાત્રિ દરમિયાન દેવીની પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

મા ભગવતીના આશીર્વાદ મેળવવા માટે, દેવી દુર્ગાના નવ નવ સ્વરૂપોની પૂજા અને નવ દિવસ સુધી ઉપવાસ કરવામાં આવે છે. આ દરમિયાન કેટલાક લોકો ફળ ખાવાની સાથે સિંધવ મીઠું પણ ખાય છે. પરંતુ શું તમે જાણો છો કે સિંધવ મીઠું સ્વાસ્થ્ય માટે સામાન્ય મીઠા કરતાં વધુ ફાયદાકારક છે.

ચૈત્ર મહિનામાં સામાન્ય મીઠાને બદલે સિંધવ મીઠાનું સેવન કરવાના શું છે ફાયદા? hum dekhenge news

મીઠાનું સેવન કેમ ઓછુ કરવામાં આવે છે?

આ મહિનામાં દિવસે ગરમી અને રાતે ઠંડી હોય છે. તેથી શરીરને તાપમાનના સંતુલન માટે વધુ પ્રયાસ કરવો પડે છે અને આજ કારણથી ચૈત્ર મહિનામાં મીઠુ (નમક) અને મીઠી વસ્તુઓ (ગળ્યા પદાર્થો)નું સેવન ઓછુ કરવામાં આવે છે. આજ કારણથી ચૈત્ર મહિનામાં ખાણી પીણી પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે.

હેલ્થ એક્સપર્ટના મતે સિંધાલૂણ ( સિંધવ મીઠુ) સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે. આવો જાણીએ સિંધાલૂણના સેવનના અજોડ ફાયદાઓ. હેલ્થ એક્સપર્ટના મતે સિંધાલૂણ વિટામિન, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, એન્ટી-ઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર હોય છે. તેનું સેવન કરવાથી આંખોની રોશની વધારવામાં મદદ મળે છે.

ચૈત્ર મહિનામાં સામાન્ય મીઠાને બદલે સિંધવ મીઠાનું સેવન કરવાના શું છે ફાયદા? hum dekhenge news

શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ સંતુલિત કરે છે

સિંધાલૂણ પણ સોડિયમ ક્લોરાઇડનું શુદ્ધ સ્વરૂપ છે, જે પોટેશિયમથી સમૃદ્ધ છે. આ ખનિજો શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ અસંતુલન વ્યવસ્થિત કરવામાં અને સ્નાયુઓની ખેંચાણને દૂર કરવામાં મદદ કરે છે.

શરીરને એનર્જી આપે છે

કોઇ પણ પ્રકારના દુખાવામાંથી રાહત મેળવવા માટે એક ચપટી સિંધાલૂણ ભેળવીને નવશેકું પાણી પીવો. નિષ્ણાતો સૂચવે છે કે જે લોકો ઝડપથી થાકી જાય છે, તેઓએ તેમના રોજિંદા આહારમાં સિંધાલૂણનો ઉપયોગ કરવો જોઈએ. તેને ખાવાથી શરીર આરામ કરે છે. થાક, નબળાઈ દૂર થાય છે અને દિવસભર ઉર્જાનો અનુભવ થાય છે.

ચૈત્ર મહિનામાં સામાન્ય મીઠાને બદલે સિંધવ મીઠાનું સેવન કરવાના શું છે ફાયદા? hum dekhenge news

પાચનક્રિયા વ્યવસ્થિત થાય છે

તેનું સેવન કરવાથી પાચનક્રિયા યોગ્ય રહે છે. તે પેટનો દુખાવો, બળતરા, કબજિયાત, એસિડિટી, પેટનું ફૂલવું અને અપચો અટકાવે છે. તેમાં રહેલા મિનરલ્સ આંતરડાની ગતિને ઝડપી બનાવે છે. તે આંતરડામાં રહેલા ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. સુતા પહેલા નવશેકા પાણીમાં 1-2 ચપટી સિંધાલુન અને અડધુ લીંબુ ભેળવી પીવાથી ફાયદો થાય છે.

બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે

નિષ્ણાતોના મતે સિંધાલુણમાં કેલ્શિયમ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. સિંધવ મીઠાનું સેવન કરવાથી બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે. બ્લડપ્રેશરના દર્દીઓએ બારે મહિના સાદા મીઠાના બદલે તેનું સેવન કરવું જ જોઈએ.

આ પણ વાંચોઃ સંપૂર્ણ ખોરાક દૂધ, આ રીતે લેવાથી બને છે ઝેર…જો તમને પણ ટેવ હોય તો આજે જ છોડી દો

Back to top button