ગુજરાત રાજ્યની સરકારી મેડિકલ કોલેજોની એમબીબીએસ અભ્યાસમાં પ્રવેશ સમયે વિદ્યાર્થી પાસે એક બોન્ડ કરાવવામાં આવે છે જેમાં અભ્યાસક્રમ પૂર્ણ થયા બાદ ગુજરત રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ વર્ષની સેવાઓ (જેમાં એક વર્ષ આદિવાસી વિસ્તારમાં) બજાવવા સબબ બોન્ડ પ્રથા વર્ષ 1972 થી અમલમાં છે. જેનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં તબીબી સેવાઓ ગ્રામ્ય લોકોને મળી રહે.
આ પણ વાંચો : નકલી PMO અધિકારી કિરણ પટેલનો મુદ્દો સંસદમાં ગુંજ્યો, શક્તિસિંહ ગોહિલે ચર્ચાની માંગ કરી !
ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર ચાલી રહ્યું છે ત્યારે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા સવાલ કરવામાં આવ્યો હતો કે રાજ્યની સરકારી કોલેજમાંથી એમ.બી.બી.એસ પાસ કરેલ તબીબોની સરકારી હોસ્પિટલમાં નિમણુંક આપેલ હોય પણ તેવો હાજર ન થયા હોય તેવા કેટલા તબીબો છે. તેનો લેખિતમાં જવાબ આપતાં સરકારે કહ્યું હતું કે, વર્ષ 2022ની સ્થિતિએ કુલ 359 ડોકટરોને ફરજ પર હાજર થયા નથી. જે તબીબો હાજર ન થયા હોય તેમણે સરકાર દ્વારા બોન્ડ હેઠળ દંડની રકમ ઉધરાવવાનું નક્કી કર્યું છે. જેમાં સરકારને 359 જેટલા તબીબો પાસે થી કુલ 18,25,00,00 જેટલી રકમ વસુલવાની બાકી છે. આ બોન્ડની વસૂલાત કરવા માટે અલગથી સરકાર દ્વારા એક વસૂલાત તંત્ર ઊભું કરવામાં આવ્યું હતું છતાં આજે આટલું ઉઘરાણું બાકી છે. વર્ષ 2007 ના આરોગ્ય અને પરિવાર કલ્યાણના ઠરાવ મુજબ જે તે સમયે આ બોન્ડ પેટે 100000/- રૂપિયાની બેંક ગેરેન્ટી અથવા તેટલા મૂલ્યની મિલકતની ગેરન્ટી લેવામાં આવતી હતી. આ નજીવી રકમ તબીબો આસાનીથી ચુકવણી કરી દેતા હતા અને ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવાવમાંથી મુક્ત થઈ જતાં હતા. જે બાદ સરકાર દ્વારા આ બોન્ડની રકમ વર્ષ 2013 માં વધારીને 500000/- કરવામાં આવી તેમ છતાં આજના સરકારના જવાબ પરથી ગુજરાતના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારના સ્વાસ્થ્ય સેવાની પરિસ્થિતિનો અંદાજ લગાવી શકાય છે. મુખ્યત્વે સરકારી મેડિકલ કોલેજમાંથી તબીબ જ્યારે ડિગ્રી મેળવી લે છે ત્યારે પોતાની હોસ્પિટલ અથવા તો પ્રાઇવેટ હોસ્પિટલમાં જ જવાનું પસંદ કરતાં હોય છે. ગુજરાત સરકારના કહેવા પ્રમાણે સરકાર દ્વારા દર વર્ષે સરકારી કોલેજોમાં નજીવી ફીમાં આ તબીબો પોતાનો અભ્યાસ કરતાં હોય છે. જ્યારે સરકાર આ તબીબોના અભ્યાસ, રહેવા અને અન્ય સુવિધા માટે વર્ષે કરોડો રૂપિયા ખર્ચ કરતી હોય છે. વર્ષ 2022 ના એક રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં સુપર સ્પેશિયાલિસ્ટ ડોકટરોની 1392 જગ્યાની સામે માત્ર 13 જ ડોકટરો ફરજ બજાવી રહ્યા છે. એટલે કે 99% જગ્યા તે ક્ષેત્રમાં ખાલી છે. એટલે સામન્ય નાગરિકને જ્યારે પણ આવા સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની જરૂર પડે ત્યારે તેની પરિસ્થિતિ શું થતી હશે તે વિચારવું રહ્યું.