સ્પોર્ટસ

IPL 2023: ધોનીની ટીમ સાથે જોડાયો આ ભારે ભરખમ ખેલાડી, કોણ છે અને શું છે તેની વિશેષતા

Text To Speech

IPL 2023 શરૂ થવાના ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે દરેક ટીમ માટે ખેલાડીઓનું ઈજાગ્રસ્ત થવું એ ચિંતાનો વિષય બની જતો હોય છે. 31 માર્ચથી શરૂ થતી IPL 2023 છેલ્લા દિવસોમાં ઘણી ટીમમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ રવિવારે દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર સિસાંડા મગાલા સાથે કરારની જાહેરાત કરી છે આવનાર IPL સત્રમાં ન્યુઝીલેન્ડના બોલર કાઈલ જૈમીસનની જગ્યા લેશે.

ન્યુઝીલેન્ડનો બોલર જૈમીસન ઈજાગ્રસ્ત થવાથી આવનાર 31 માર્ચથી શરૂ થતી IPLમાં ભાગ નહી લઇ શકે. જૈમીસન ને 1 કરોડમાં ખરીદ્યો હતો. જેના સ્થાને દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર સિસાંડા મગાલાને સ્થાન આપવામાં આવ્યું છે. મગાલાને ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવાનો સારો એવો અનુભવ છે.

આ પણ વાંચો : RCBમાં જોડાયો આ ખતરનાક ઓલરાઉન્ડર, મચાવશે IPL ધૂમ

ફાસ્ટ બોલિંગ સાથે વિસ્ફોટક બેટિંગ

IPL દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું કે મગાલાએ દક્ષિણ આફ્રિકા તરફથી માત્ર 4 જ આંતરરાષ્ટ્રીય T-20 મેચ રમ્યો છે પરંતુ ડોમેસ્ટિક ક્રિકેટમાં તેણે T-20 મેચ રમવાનો સારો એવો અનુભવ છે. ઉપરાંત તે નિયમિત રીતે વિકેટ પણ ઝડપે છે. મગાલા CSK સાથે 50 લાખની બેઝ પ્રાઈઝ સાથે જોડાશે.

70 કિલોથી વધુ વજન

દક્ષિણ આફ્રિકાનો ફાસ્ટ બોલર સિસાંડા મગાલા 32 વર્ષનો છે અને તેનું વજન 70 કિલોથી પણ વધારે છે. ભારે ભરખમ શરીર હોવા છતાં તે ખૂબ જ સારુ ક્રિકેટ રમી જાણે છે. તે ફાસ્ટ બોલિંગ જ નહી પરંતુ નીચલા ક્રમે આવીને લાંબા લાંબા શોટ પણ મારે છે. જયારથી મગાલા CSK સાથે જોડાયો છે ત્યારથી તેના જુના વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઈરલ થઇ રહ્યા છે

આ પણ વાંચો : IPL 2023 : ધોનીના ચાહકોની આતુરતાનો અંત, આઇપીએલની તૈયારી કરતો વીડિયો થયો વાયરલ

IPL 2023 માટે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ની ટીમ:

મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન), ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, સુભ્રાંશુ સેનાપતિ, અંબાતી રાયડુ, રવિન્દ્ર જાડેજા, ડ્વેન પ્રિટોરિયસ, મિશેલ સેન્ટનર, કે ભગત વર્મા, મોઈન અલી, રાજવર્ધન, શિવમ દુબે, દીપક ચહર, મહિષ તિક્ષાના, મુકેશ ચૌધરી, પ્રશાંત સોલંકી, સિમરજીત સિંહ, અજિંક્ય રહાણે, તુષાર દેશપાંડે, બેન સ્ટોક્સ, મતિષા પથિરાના, શેખ રશીદ, નિશાંત સિંધુ, સિસાંડા મગાલા અને અજય મંડલ.

Back to top button