તિથલ દરિયામાંથી ગણેશજીની પ્રાચીન પ્રતિમા મળી આવી, લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું
વલસાડના તિથલ બીચના દરિયા કિનારેથી ખુબ જ પ્રાચીન મૂર્તિ મળી આવી છે. ભગવાન ગણેશજીની ભવ્ય પ્રતિમા મળી આવતા લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતુ જેથી આ મૂર્તિ મળી હોવાની વાત ફેલાતા જ તેને જોવા માટે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.
તિથલ દરિયામાંથી ગણેશજીની પ્રાચીન પ્રતિમા મળી
વલસાડના તિથલ બીચના દરિયા કિનારેથી ખુબ જ પ્રાચીન મૂર્તિ મળી આવી છે. આ પ્રતિમાનું વજન નું આશરે 80 કિલો કરતા પણ વધારે હોવાનુ કહેવામાં આવી રહ્યું છે. આ ગણેશજીની પ્રતિમાં પ્રાચીન પ્રતિકૃતિ હોય તેવી દેખાઈ રહી છે. આ મૂર્તી મળી હોવાની વાત વાયુ વેગે ફેલાતા મોટા પ્રમાણમાં લોકો તિથલ ખાતે ઉમટી પડ્યા હતા. દરિયામાંથી પથ્થરમાં કોતરેલી ગણેશજીની પ્રતિમાં મળી આવતા લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું છે. આ પ્રતિમા જોતા તે ખુબ જ પ્રાચીન હોય તેવું લાગી રહ્યું છે. ગણેશજીની આ પ્રતિમાની બનાવટ ખૂબ જ સુંદર અને પૌરાણિક લાગી રહી છે.
સ્થાનિકોએ અહી મંદિર બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી
આ મૂર્તી દરિયા કિનારેથી મળી છે. પરંતુ કે આ મૂર્તિ કઇ રીતે આવી તે અંગે હજી સુધી કોઇ પાસે પુરતી માહિતી નથી. આ પ્રતિમા તણાઈને આવી કે પછી કોઈ મુકી ગયું તે અંગે લોકો અલગ અલગ વાતો કરી રહ્યા છે. અને દરરિયામાંથી ગણેશજીની પ્રાચીન પ્રતિમાં મળી આવી હોવાની વાત મળતા અહી લોકોના ટોળા ઉમટ્યા હતા. અને આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે આ સંબંધિત અધિકારીને જાણ કરી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ત્યારે સ્થાનિક લોકો આ મૂર્તીને અહી રહેવા દેવાની અને અહી દરિયા કિનારે ગણેશજીનું મંદિર બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી રહ્યા છે.
આ પણ વાંચો : નવરાત્રીમાં અંબાજી દર્શન કરવા જવાના હોવ તો ખાસ વાંચો, દર્શનના સમયમાં થયો ફેરફાર