ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યમાં હજી ચાર દિવસ વરસાદની આગાહી, આ વિસ્તારોમાં ખેડૂતોની ચિંતા વધી

Text To Speech

રાજ્યમાં હાલ બેવડી ઋતુની અસર જોવા મળી રહી છે. જેમાં કેટલાંક વિસ્તારોમાં પવન સાથે વરસાદી માહોલ છે તો ક્યાંક ચોમાસાની જેમ વરસાદ વરસી રહ્યો છે. આ વચ્ચે ઉનાળું શરૂ હજી પણ ચાર દિવસોમાં શરૂ થાય નહીં તેવી હવામાન વિભાગની આગાહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે 23 જિલ્લામાં કમોસમી વરસાદ વરસી શકે છે. 

આજે પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, વલસાડ, દાદરા નગરહવેલી, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, અમરેલી, ભાવનગર, કચ્છમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો : કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર, માવઠાને કારણે કેસર કેરી આટલાં દિવસ મોડી આવશે

આવતી કાલે, 21 માર્ચનાં રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, કચ્છમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે સામાન્ય વરસાદ થવાની આગાહી છે.

કમોસમી વરસાદ -humdekhengenews

22 માર્ચના બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર,પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફુકાશે અને ગાજવીજ સાથે સામાન્ય વરસાદ થશે.

દક્ષિણ ગુજરાતમા વરસાદ-humdekhengenews

23 માર્ચના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, જામનગર,પરોબંદર, જુનાગઢ, અમરેલી, ભાનવગર, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફુકાશે અને ગાજવીજ સાથે સામાન્ય વરસાદ થઇ શકે છે.

વરસાદ-humdekhengenews

રવિવારે મોડી સાંજે ગાંધીનગર અને અમદાવાદનાં વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. ગાંધીનગરના ઘણા વિસ્તારોમાં તેજ પનવ, કરા સાથે વરસાદ વરસ્યો હતો. ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા ખેડૂતોમાં પણ ચિંતા પ્રસરી છે. ખેડૂતોને પાકના નુકસાનની ભીતિ છે. સાયક્લોનિક સરક્યુલેશનની અસરના કારણે ગુજરાતના વાતાવરણ પલટો આવ્યો છે. રાજ્યના અલગ-અલગ વિસ્તારમાં કેટલાક દિવસથી ગાજવીજ અને ભારે પવન સાથે સામાન્ય વરસાદ અને કરા પડી રહ્યા છે.

આ પણ વાંચો : રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન માટે મુખ્યમંત્રીએ કલેક્ટર સાથે બેઠક યોજી

Back to top button