ભાજપનું ‘ધન દાન’ ચૂંટણી બાદ ઉદ્યોગો માટે ઋણઅદા થતાં પ્રદૂષણ વધ્યું છે. તેમજ કોરોના કરતાં વધુ નાગરિકો પ્રદૂષણને કારણે મૃત્યુ પામ્યા છે. તથા સાબરમતી સહિત 30 નદીઓમાં વહેતા કેમિકલથી ખેતી ઝેરી થઈ તેવા વિવિધ આક્ષેપો કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કર્યા છે.
આ પણ વાંચો: અમદાવાદ: વિવાદાસ્પદ કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરવાને બદલે કરોડોના કામો અપાયા: કોંગ્રેસ
સાબરમતી નદીમાં ખરાબ હાલતમાં કેમિલકવાળુ પાણી છોડાય છે
સાબરમતી નદીમાં ખરાબ હાલતમાં કેમિલકવાળુ પાણી છોડાય છે. તેમજ ચૂંટણી પૂર્વે ભાજપની ધનદાન અર્થાત ધનસંગ્રહ યોજના સત્તામાં આવ્યા બાદ ઉદ્યોગપતિ મિત્રો માટે ઋણ અદા કરવા માટેની ઋણઅદા યોજના થઈ જાય છે. તેના ભોગે ગુજરાતનું પર્યાવરણ જોખમાયું છે, પ્રદુષણ વધ્યુ છે. તેવુ આરોપનામુ કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ શનિવારે વિધાનસભામાં સરકાર સામે મૂક્યું હતું.
શાકભાજી અને અનાજ ઝેરી થઈ રહ્યુ છે
વન અને પર્યાવરણ, ક્લાઈમેન્ટ ચેન્જની માંગણી ચર્ચામાં કોંગ્રેસના ચાવડાએ કોરોના કરતા સૌથી વધુ નાગરિકો પ્રદૂષણને કારણે ગુજરાતમાં મૃત્યુ પામી રહ્યાનો ગંભીર આક્ષેપ સરકાર ઉપર મુક્યો હતો. તેમણે કહ્યુ કે, સાબરમતિ નદીમાં ખરાબ હાલતમાં કેમિલકવાળુ પાણી છોડાય છે. આવી જ સ્થિતિ રાજ્યની 30 નદીઓની છે. જેના કારણે ભૂગર્ભજળ દૂષિત થયું છે. કાંઠા વિસ્તારોમાં જ્યાં ખેતી થાય છે ત્યા શાકભાજી અને અનાજ ઝેરી થઈ રહ્યુ છે. ત્રણ વર્ષમાં માત્ર સાબરમતી નદીના શુદ્ધીકરણ માટે સરકારે રૂ.260 કરોડ વાપર્યા છે. તેની સામે પરિણામ શું આવ્યું ? ઉદ્યોગો આવે છે તેને અમે પણ આવકારીએ છીએ પણ જે ઉદ્યોગો પ્રદૂષણ ફેલાવે, નાગરિકોના જીવ જોખમમાં મુકે તે કોઈ પણ સંજોગોમાં ચાલવી ન લેવાય. કાયદામાં ઉદ્યોગની સ્થાપના પૂર્વે લોકસુનવણી અનિવાર્ય છે પણ અફસોસ કચ્છ હોય કે દક્ષિણ ગુજરાત બધે જ નાટકો થાય છે. તેનું પાલન થતુ નથી. કારણ કે એ જ ઉદ્યોગપતિઓ પાસેથી ભાજપ ચૂંટણી ફંડ છે અને પછી ગુજરાતીઓનું જીવન જોખમમાં મુકે છે.
અમિત ચાવડાએ GPCBની ભૂમિકા સામે પણ સવાલો ઉભા કર્યા
અમિત ચાવડાએ GPCBની ભૂમિકા સામે પણ સવાલો ઉભા કર્યા હતા. બોર્ડમાં પર્યાવરણ નિષ્ણાત, તજજ્ઞો અને તકનીકી સ્ટાફની જગ્યાઓ ભરવાને બદલે જે છે તે પણ ઓછી કે નાબૂદ કરવામાં આવી રહ્યાની હૈયાવરાળ ઠાલવી હતી.