હવે શાકભાજી ખાવા વધારે પૈસા ખર્ચવા પડશે, કમોસમી વરસાદના કારણે 80% નુકસાન
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કેટલીક જગ્યાએ કરા સાથે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. ખેતરોમાં પાણી ફરતા શાકભાજીને ભારે નુકસાન પહોંચ્યું છે. જેના કારણે શાકભાજીના ભાવમાં વધારો થયો છે. અને હજુ પણ ભાવ વધે તેવી શક્યતા રહેલી છે.
વરસાદને કારણે શાકભાજીના ભાવમા વધારો
રાજ્યમાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં પાકને નુકસાનને લઇ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. કરા સાથે વરસાદ પડતા ખેડૂતોનાં શાકભાજી સહિતના પાકોને નુકસાન થયું છે. ત્યારે બજારમાં શાકભાજી નહી આવતા ભાવમાં વધારો થયો છે. કોમસમી વરસાદને પગલે શાકભાજી બગડી જતા માર્કેટમાં શાકભાજીની આવક ઘટી છે. ત્યારે હાલ માર્કેટમાં શાકભાજીની માંગમાં પણ વધારો થયો છે. જેના કારણે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે.
શાકભાજીમાં 80% નુકસાન
ગઈ કાલે રાજ્યના 72 તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ત્યારે આ કમોસમી વરસાદના કારણે શાકભાજી સહિત ઘઉં, કેરી, ચણાના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. કમોસમી વરસાદના કારણે શાકભાજીમાં 80% નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. જેથી હાલ APMC માર્કેટમાં શાકભાજીની આવક ઓછી થઈ રહી છે. જેના કારણે શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે. અને બજારમાં નવો માલ નહિ આવે ત્યા સુધી ભાવ વધવાની પણ શક્યતા રહેલી છે.
શાકભાજીના ભાવ
લીંબુ હોલસેલ બજારમાં 130થી 170 રૂપિયા કિલો
આદુ હોલસેલ બજારમાં 70 થી 80 રૂપિયા કિલો
ગવાર 90થી 100 કિલો
ચોળી 120 રૂપિયા કિલો
વટાણા 40 રૂપિયા કિલો
કોથમીર 30 રૂપિયા કિલો
ભીંડો 60થી 70 રૂપિયા કિલો
મરચા 35 રૂપિયા કિલો
આ પણ વાંચો : નકલી જીરુથી ચેતજો ! ઊંઝામાં કેમિકલ પ્રોસેસથી બનાવાતું જીવલેણ જીરુનું ગોડાઉન ઝડપાયું