ગુજરાત

મરચા-મસાલાની સિઝનને લાગ્યું ભાવ વધારાનું ગ્રહણ, ગત વર્ષ કરતા દોઢ ઘણો ભાવ વધારો

Text To Speech

હાલ મરચા અને ગરમ મસાલા ભરવાની સિઝન ચાલી રહી છે. ત્યારે આ મરચા-મસાલાની સિઝનને ભાવ વધારાનું ગ્રહણ લાગ્યું છે. એકાએક મરચા-મસાલાના ભાવમાં વધારો થયો છે. આ ભાવ વધારાને કારણે ગૃહિણીઓ માટે મસાલો ભરવો આર્થીક બોજા સમાન બની ગયો છે.

મરચા-મસાલાના ભાવમાં વધારો

એક બાદ એક ખાદ્યચીજ વસ્તુઓના ભાવ વધારા બાદ હવે મરચા-મસાલાના ભાવમાં પણ ભારે વધારો થયો છે. મરચું અને જીરાના ભાવ ગત વર્ષ કરતા દોઢ ઘણા વધી ગયા છે. જેના કારણે ગૃહિણીઓનું બજ્ટ ખોરવાયું છે. હાલ બારમાસી મસાલો ભરવાની સિઝન ચાલી રહી છે ત્યારે આ ભાવ વધારાને કારણે બારમાસી મસાલો ભરતા લોકોને વધારાનો આર્થીક બોજ પડ્યો છે. ગત વર્ષે કરતા આ વર્ષે મરચું અને જીરામાં 30થી 50 ટકા સુધીનો ભાવવધારો થયો છે.

મરચા-મસાલાના ભાવ-humdekhengenews

ગયા વર્ષ કરતા આ વર્ષે આટલો વધારો થયો

ગયા વર્ષ કરતા આ વર્ષ મરચાના ભાવમાં ઘણો વધારો થયોછે. ગયા વર્ષે આ સિઝનમાં જે મરચાનો ભાવ 400થી 500 રૂપિયે કિલો હતો તે આ વર્ષે તેમાં 200 રુપિયાનો વધારો થયો છે. મરચાના ભાવની વાત કરવામાં આવે તો કાશ્મીરી મરચાનો ભાવ 500 રૂપિયાની જગ્યાએ 1100 રૂપિયા, રેશમપટ્ટી 300ની જગ્યાએ 600, મારવાડ મરચું 250ની જગ્યાએ 500 અને પટણી મરચું 250ની જગ્યાએ 450 રુપિયામાં મળી રહ્યું છે. જ્યારે જીરાના ભાવમાં પણ રૂપિયા 40નો વધારો થયો છે.

ઉત્પાદન ઓછુ થતા ભાવમાં વધારો

ઉલ્લેખનીય છે કે આ વર્ષે ખરાબ મોસમને કારણે મરચા, જીરુ વગેરે પાકમાં મોટુ નુકસાન થયું છે. આમ પાક નુકસાની ખૂબ જ મોટાપ્રમાણમાં થતા મરચા અને જીરુ સહિતના પાકનું ઉત્પાદન ઓછું થયું છે અને માંગ વધી જતાં ભાવમાં વધારો થયો છે. એક તરફ મોંઘવારી વધી રહી છે લોકોની આવક ઘટી રહી છે અને બીજી તરફ એક બાદ એક ચાજવસ્તુઓના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઈ ગયું છે.

આ પણ વાંચો : બાગેશ્વર બાબાના કાર્યક્રમમાં ચોરી, 4 લાખ 87 હજારના દાગીના ગાયબ થતા ફરિયાદ

Back to top button