ગુજરાતટોપ ન્યૂઝહેલ્થ

કોરોનાએ ફૂંફાળો મારવાનું શરૂ કર્યું : ગુજરાતમાં આજે વધુ 179 કેસ, સૌથી વધુ અમદાવાદમાં 83 સંક્રમિત થયા

Text To Speech

ગુજરાતમાં કોરોનાએ ફરી ફૂંફાળો મારવાનું શરૂ કર્યું છે. આજે કોરોનાના રાજ્યમાં વધુ 179 કેસ સામે આવ્યા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 83 કેસ નોંધાયા છે. તહેવારો બાદ કોરોનાનું સંક્રમણ ધીમે-ધીમે વધી રહ્યું છે ત્યારે લોકોએ હવે સાવચેતીના ભાગરૂપે સતર્ક રહેવું પડશે નહીંતર બીજા વેવ જેવી પરિસ્થિતિ ઉદભવે તો નવાઈ નહીં.

ક્યાં શહેર – જિલ્લામાં કેટલા કેસ નોંધાયા ?

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની યાદી મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ જિલ્લામાં વધુ કેસ 83, રાજકોટ જિલ્લામાં 19, સુરત જિલ્લામાં 12, મહેસાણા 21, સાબરકાંઠા 8, વડોદરા 5, ભાવનગર 4, ભરૂચ 1, ગાંધીનગર જિલ્લામાં 4, સુરેન્દ્રનગર 3, પોરબંદરમાં 2 કેસ નોંધાયો છે.

એક્ટીવ કેસનો આંક 435 થયો, 4 દર્દી વેન્ટિલેટર ઉપર

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 179 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ 83 કેસ અમદાવાદમાં નોંધાયા છે. રાજ્યમાં આજે 45 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં એક્ટીવ કેસનો આંકડો 655 થઈ ગયો છે. હાલમાં રાજ્યમાં ચાર દર્દીઓ વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે.

Back to top button