ડૉ.અતુલ ચગ આત્મહત્યા કેસ : રાજેશ ચુડાસમાએ પ્રથમ વખત તોડ્યું મૌન, કહ્યું…
વેરાવળના તબીબ અતુલ ચગ આત્મહત્યા કેસમાં પ્રથમવાર સાંસદ રાજેશ ચુડાસમાની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં તેમણે આ કેસને લઈને ખુલાસો કર્યો છે. રાજેશ ચુડાસમાએ કહ્યુ કે ડૉ અતુલ ચગ સાથે 35 વર્ષથી અમારા પારિવારિક સંબંધો છે. અને તેમના આપઘાતથી મારો પરિવાર પણ આઘાતમાં છે.
અતુલ ચગ આત્મહત્યા કેસમાં રાજેશ ચુડાસમાએ આપી પ્રતિક્રિયા
તબીબ અતુલ ચગ આત્મહત્યા કેસમાં સાંસદ રાજેશ ચુડાસમાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતુ કે, ‘ ડૉ. અતુલ ચગ સાથે 35 વર્ષથી અમારે પારિવારિક સંબંધો છે., અને તેમના આપઘાતથી મારો પરિવાર પણ આઘાતમાં છે, આ સાથે રાજેશ ચુડાસમાએ ડૉ. અતુલ ચગના આત્માને આપે શાંતિ તેવી પ્રાર્થના કરી હતી અને મૃતકના પરિવાર પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી હતી.
રાજેશ ચુડાસમાએ પોલીસને તપાસમાં સહયોગ આપવાની ખાતરી આપી
વેરાવળના જાણીતા ડૉ.અતુલ ચગના આત્મહત્યા કેસ મામલે દિવસેને દિવસે રહસ્ય ઘૂંટાતુ જાય છે. આ કેસમાં પોલીસને એક સુસાઈડ નોટ મળી આવી હતી જેમાં નારણભાઈ તથા રાજેશ ચુડાસમાનો નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેથી મૃતક તબીબના પરિવારે સાંસદ રાજેશ ચુડાસમા પર આત્મહત્યા માટે મજબૂર કર્યાનો આક્ષેપ લગાવ્યો છે. અને પરિવાર સાંસદ રાજેશ ચુડાસમાં સામે ફરિયાદ દાખલ કરવા હાઈકોર્ટમાં પહોંચ્યો છે. તો બીજી બાજુ આ મામલે સાંસદ રાજેશ ચુડાસમાંએ પ્રતિક્રિયા આપી છે. જેમાં તેને 35 વર્ષથી ડૉ. અતુલ ચગ સાથે પરિવાર જેવો સબંધ હોવાનું કહ્યું છે. અને આ નિવેદનમાં રાજેશ ચુડાસમાએ આ કેસની તપાસમાં પોલીસને પૂરતો સહયોગ આપવાની પણ ખાત્રી આપી હતી.
આ પણ વાંચો : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ‘નિ:શુલ્ક આહાર કેન્દ્ર’નું લોકાર્પણ કર્યું