હિંદુ નવવર્ષ વિક્રમ સંવત 2080માં આ રાશિઓ પાસે રહેશે સારુ બેન્ક બેલેન્સ
ચૈત્ર નવરાત્રિના પહેલા જ દિવસથી હિંદુ નવવર્ષનો પ્રારંભ થશે. આ વર્ષે નવા વર્ષનો પ્રારંભ 22 માર્ચથી થઇ રહ્યો છે. હિંદુ નવવર્ષમાં ગ્રહોની સ્થિતિ ઘણી રાશિ માટે લાભદાયક સિદ્ધ થશે. એટલું જ નહીં, કરિયર, આર્થિક, વેપાર અને ધનની બાબતમાં સફળતા મળશે. આ રાશિઓને આ વર્ષમાં મળશે શુભ સમાચાર
કેવી રહેશે ગ્રહોની ચાલ
ગ્રહોના ન્યાયદેવતા શનિ પોતાની મુળત્રિકોણ રાશિ કુંભમા લગભગ 30 વર્ષ બાદ બિરાજમાન છે. રાહુ અને શુક્ર મેષ રાશિમાં છે તો કેતુ તુલા રાશિમાં છે. મંગળ ગ્રહે 13 માર્ચે મિથુન રાશિમાં ગોચર કર્યુ છે. આ સાથે સુર્ય, બુધ અને ગુરુની યુતિ મીન રાશિમાં રહેશે. ખાસ વાત એ છે કે 12 વર્ષ બાદ ગુરૂ સ્વરાશિ મીનમાં આખુ વર્ષ રહેશે. ગ્રહોની આ સ્થિતિ અનેક રાશિના જાતકો માટે શુભ પરિણામ લઇને આવશે.
મિથુન રાશિ
હિંદુ નવવર્ષમાં મિથુન રાશિના જાતકોને કરિયરમાં સફળતા મળશે. કરિયરમાં પ્રમોશનની રાહ જોતા લોકોને શુભ સમાચાર મળશે. પાર્ટનરશિપમાં કરાયેલા કામ લાભકારી સિદ્ધ થશે. આર્થિક સ્થિતિ મજબુત થશે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે હિંદુ નવવર્ષ ધનની બાબતમાં લકી સાબિત થશે. આ સમયગાળામાં તમને પૈતૃક સંપતિનો લાભ મળશે. ખર્ચા પર કાબુ રાખવાની જરૂર છે. ધૈર્યથી કામ લેવું. પરિવારનો સહયોગ મળી શકે છે. નોકરીમાં પરેશાનીઓ દુર થશે.
તુલા રાશિ
તુલા રાશિના લોકો માટે હિંદુ નવવર્ષ ફળદાયી સાબિત થશે. આ દરમિયાન તમે લક્ષ્યોને પ્રાપ્ત કરશો. શત્રુ પરાસ્ત થશે. કામકાજમાં સફલતા મળશે. માન સન્માન વધશે.
ધન રાશિ
ધન રાશિના જાતકો માટે વિક્રમ સંવત 2080 લાભદાયક સિદ્ધ થશે. આવકના નવા સ્ત્રોત ઉભા થશે. જુના રસ્તેથી પણ ધન આવશે. આર્થિક તંગી દુર થશે. પરિવાર સાથે સારો સમય વિતાવશો. નોકરીમાં નવા અવસરની પ્રાપ્તિ થશે.
આ પણ વાંચોઃ ચૈત્ર નવરાત્રિ પર ગ્રહોનો મહાસંયોગઃ આ 5 રાશિની ચમકશે કિસ્મત