વર્લ્ડ

ઈમરાન ખાનના કાફલાની કારને નડ્યો અકસ્માત, તોશાખા કેસમાં હાજર થવા જઈ રહ્યા હતા

Text To Speech

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના કાફલાની ગાડીને પાકિસ્તાનમાં અકસ્માત નડ્યો હતો. માહિતી અનુસાર ઈમરાન ખાનના કાફલામાં ચાલી રહેલી ગાડીઓ એકબીજા સાથે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો.

ઈમરાન ખાનના કાફલાની કારને નડ્યો અકસ્માત

તોશાખાના કેસમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. જે બાદ કોર્ટે ઈમરાનને સરેન્ડર કરવા કહ્યું હતું. જેથી ઈમરાન ખાન તોશાખાના કેસમાં કોર્ટમાં હાજર થવા ઈસ્લામાબાદ રવાના થયો હતો. આ દરમિયાન ઈમરાનન ખાનના કાફલાની કારનો અકસ્માત થયો હતો.

ગાડીઓ આખી પલટી ખાઈ ગઈ

જાણકારી મુજબ ઈમરાન ખાનના કાફલામાં ચાલી રહેલી ગાડીઓ એક બીજા સાથે અથડાઈ ગઈ હતી. જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો.  આ ટક્કર ખુબ ગંભીર હતી. ઈમરાન ખાનના કાફલાની કાર એક બીજા સાથે અથડાઈ હતી જેના કારણે આ ગાડીઓ આખી પલટી ખાઈ ગઈ હતી.

ઈમરાન ખાનના કાફલાનો અકસ્માત-humdekhengenews

અકસ્માતમાં ઈમરાન ખાન સુરક્ષિત, અન્ય ત્રણને ઈજા

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન તોશાખાના કેસમાં કોર્ટમાં હાજર થવા લાહોરથી ઈસ્લામાબાદ જઈ રહ્યા હતા. આ દરમિયાન આ ઘટના બની હતી. જો કે ઈમરાન ખાનના અકસ્માત વાળી એક પણ ગાડીમાં ન હતા. જેથી એકદમ સુરક્ષિત છે. અને તેઓ ઈસ્લામાબાદ તરફ જઈ રહ્યા છે. પરંતુ આ અકસ્માતમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે.

ઈમરાન ખાન તોશાખા કેસમાં હાજર થવા નિકળ્યા

પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પાર્ટીના અધ્યક્ષ ઇમરાન ખાન આજે તોશાખા કેસમાં કોર્ટમાં હાજર થવા માટે લાહોરમાં તેમના જમાન પાર્ક નિવાસસ્થાનથી ઇસ્લામાબાદ જવા રવાના થયા છે. તેમની સાથે મોટી સંખ્યામાં સમર્થકો છે. રસ્તામાં તેમની કાર પર ફૂલોની વર્ષા કરવામાં આવી રહી છે. ઈમરાન ખાનના ઈસ્લામાબાદ આગમન પહેલા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત કરવામાં આવી છે, જેથી કોઈપણ અપ્રિય ઘટનાને ટાળી શકાય.

આ પણ વાંચો : લાઈવ પરફોર્મન્સ દરમિયાન કાર્તિક આર્યનને થઈ હતી ગંભીર ઈજા , 30 મિનિટ સુધી હવામાં લટકી રહ્યો હતો પગ

Back to top button