કિરણ પટેલ ગઈકાલથી ગુજરાત સહિત દેશના તમામ મીડિયામાં ટોપ પર ચાલી રહ્યો હતો. કિરણ પટેલ પર આરોપ હતો કે તે જમ્મુ કાશ્મીરમાં પોતાને પીએમઓ કાર્યાલયનો મોટો અધિકારી બની જમ્મુ કાશ્મીરમાં વીવીઆઈપી સેવાઓ 3-4 મહિના સુધી લેતો રહ્યો. હાલ કિરણ જમ્મુ કાશ્મીર પોલીસના સકંજામાં છે, પરંતુ ટૂંક સમયમાં ગુજરાત પહોંચી શકે છે.ગુજરાતના દરેક ગામ, શહેર, તાલુકા અને જિલ્લામાં આવા હજારો કિરણ પટેલ ફરી રહ્યા છે. આપણાં આસપાસ તેનો એહસાસ આપણને અવારનવાર થયો જ છે. થોડા જ વર્ષ અગાઉની વાત કરવામાં આવે તો આવા ઘણા કિસ્સા બની ચૂક્યા છે જેમાં પૈસાના સેટિંગ કરી મામલો દબાવી દેવામાં આવ્યો હતો. આવા જ કિસ્સાના એક ભાઈ પોતાને આજે પણ મોટા નેતા ઘણાવી રહ્યા છે અને ઉચ્ચ અધિકારીઓ પાસેથી ધોંસ જમાવી પોતાના કામ કરવી રહ્યા છે.
આ પણ વાંચો : કાશ્મીરી જેલમાં હવા ખાઈ રહેલો કિરણ પટેલ કોણ છે, શું છે હકીકત, જાણો સમગ્ર મામલો
ગુજરાતમાં આજે પણ ઢગલાબંધ કચેરીઓમાં આવા કિરણ પટેલ પોતે મોટા નેતાના કે મંત્રીના ખાસ હોવાનું કહી પોતાનું કામ કઢાઈ લેતા હોય છે અને સામાન્ય માણસોને ચૂનો લગાવતા રહે છે. કેટલાક કિસ્સાઓમાં સરકાર આ બધાથી અજાણ હોય છે પણ છેલ્લે કઈક એવું નિકળે કે સરકાર પણ આંખ આડા કાન કરી લેતી હોય છે. થોડા દિવસ બાદ કિરણ પટેલના કિસ્સામાં પણ એવું જોવા મળે તો નવાઈ નહિ.