‘ભારત ઓસ્કર માટે ખોટી ફિલ્મો મોકલી રહ્યું છે’ જાણો AR રહેમાનના આ નિવેદનની શું છે હકીકત
95મા ઓસ્કર એવોર્ડ્સમાં RRRના ગીત નાટુ-નાટુ અને ડોક્યુમેન્ટ્રી ફિલ્મ ધ એલિફન્ટ વોરિયર્સે સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે. આ દરમિયાન બે ઓસ્કાર જીતી ચૂકેલા એઆર રહેમાનનો એક ઈન્ટરવ્યુ ચર્ચામાં આવ્યો છે. આ ઈન્ટરવ્યુમાં તે દેશ દ્વારા એકેડમી એવોર્ડ માટે મોકલવામાં આવેલી ફિલ્મો પર પોતાનો અભિપ્રાય આપતો જોવા મળી રહ્યો છે.
AR રહેમાનનો ઈન્ટરવ્યું થયો વાયરલ
ઈન્ટરવ્યુ દરમિયાન એ આર રહેમાન ઘણા સવાલોના દિલ ખોલીને જવાબ આપતા જોવા મળે છે. આ વાતચીતમાં જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તેમણે સંગીતકારો અને ઓર્કેસ્ટ્રા સાથે ગીતો રેકોર્ડ કરવાની રીત કેવી રીતે બદલી તો તેમણે જવાબ આપ્યો કે તે ફક્ત ટેક્નોલોજીના વિકાસને કારણે શક્ય બન્યું છે. તેણે સમજાવ્યું કે ફિલ્મો માટે માત્ર આઠ ટ્રેક હતા, પરંતુ તે જિંગલ બેકગ્રાઉન્ડમાંથી આવે છે, તેથી તેની પાસે 16 ટ્રેક હતા, જેના કારણે તે તેમા ઘણું બધું કરી શક્યા.
AR રહેમાને ઓસ્કર વિશે કહી આ વાત
આ ઈન્ટરવ્યુમા તેણે ઓસ્કારમાં મોકલવામાં આવેલી ફિલ્મો વિશે પણ વાત કરી હતી. એ આર રહેમાને કહ્યું કે હું જોઉં છું કે ભારતીય ફિલ્મોને ઓસ્કાર માટે મોકલવામાં આવે છે, પરંતુ તેને સફળતા મળતી નથી. તેણે વધુમાં કહ્યું કે તેને લાગે છે કે એવોર્ડ માટે ખોટી ફિલ્મો મોકલવામાં આવી રહી છે. ઈન્ટરવ્યુ દરમિયાન તેણે કહ્યું કે આપણે બીજાના દ્રષ્ટિકોણથી વિચારવું પડશે.
જાન્યુઆરીનો વીડિયો થયો વાયરલ
તમને જણાવી દઈએ કે આ એક જૂનો ઈન્ટરવ્યુ છે જે જાન્યુઆરીમાં શૂટ કરવામાં આવ્યો હતો. જોકે હવે એઆર રહેમાને ભારતને બે ઓસ્કાર જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. એઆર રહેમાન અને ગુલઝારને તેમના ગીત ‘જય હો’ માટે વર્ષ 2009માં ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો. જો કે, 2011 માં રહેમાનનું નામ ડેની બોયલના 127 અવર્સ માટે બેસ્ટ ઓરિજિનલ સ્કોર અને બેસ્ટ ઓરિજિનલ સોંગ માટે પણ નોમિનેટ થયું હતું.
આ પણ વાંચો : કપિલ શર્મા દારૂ પીને અમિતાભ બચ્ચન સામે પહોંચ્યો, બીગ બીએ કહી હતી આ મોટી વાત