ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ડીસામાં લાંબા સમય બે મહિલાઓ કોરોનામાં સપડાઈ

Text To Speech

પાલનપુર : ગુજરાતમાં કોરોના કેસમાં ફરી વધારો થઈ રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ ડીસામાં ઘણા લાંબા સમય બાદ બે કેસ નોંધાયા છે. ડીસા શહેર અને ડીસા તાલુકાના વરનોડા ગામે બે મહિલાઓ કોરોનાની ઝપટમાં આવી જતાં બંનેને હાલ હોમ આઇસોલેશન કરવામાં આવી હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું છે.

વિશ્વભરમાં સહકાર મચાવનાર કોવીડ 19 મહામારીને ત્રણ વર્ષ જેટલો સમય થવા આવ્યો છે. ભારતમાં કોરોના મહામારીના કારણે લોકડાઉન ને ત્રણ વર્ષ પૂરા થવા આવ્યા છે ત્યારે ફરીથી કોરોના મહામારીએ પોતાનું માથું ઊંચક્યું છે. જેમાં ગુજરાતમાં કોરોનાના કેસો એક્ટિવ થયા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસામાં પણ ડીસા શહેર અને ડીસા તાલુકાના વરનોડા ગામે 31 વર્ષની અને 65 વર્ષની એમ બે મહિલાઓ કોરોનાની ઝપટમાં આવી છે. બંને મહિલાઓ કોરોના પોઝિટિવ હોવાથી આરોગ્ય વિભાગના ધ્યાને આવતા તેમની સારવાર બાદ તેમને તુરંત હોમ આઈસોલેશન કરવામાં આવી છે. ઘણા લાંબા સમય બાદ કોરોનાના કેસો એક્ટિવ થતા આરોગ્ય વિભાગ પણ સક્રિય થયું છે.

આ પણ વાંચો : પાલનપુર: ડીસા વિજ કંપની માંથી કોન્ટ્રાકટર માલ ઉઠાવી ગયો

Back to top button