ઋષભ પંત T20ની આગેવાની કરનાર 8મો ભારતીય કેપ્ટન બનશે
India vs South Africa T20 series: KL રાહુલની ઇજાને કારણે, દક્ષિણ આફ્રિકા સામે T20 સિરીઝની કમાન ઋષભ પંતને સોંપવામાં આવી છે. ટી-20માં ભારતનું નેતૃત્વ કરનાર પંત 8મો કેપ્ટન હશે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની 5 T20 મેચની શ્રેણીની પ્રથમ મેચ આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. મેચના એક દિવસ પહેલા કેએલ રાહુલ ઈજાના કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. તેથી ઋષભ પંતને ટી20 શ્રેણીની કમાન સોંપવામાં આવી છે. ટી-20માં ભારતનું નેતૃત્વ કરનાર પંત 8મો કેપ્ટન હશે. આ પહેલા સાત ભારતીય ખેલાડીઓ ટી20 મેચમાં ટીમનું નેતૃત્વ કરી ચુક્યા છે.
વિરાટ કોહલી પ્રથમ મેચ હારી ગયો હતો
વીરેન્દ્ર સેહવાગે પ્રથમ વખત 2006માં દક્ષિણ આફ્રિકા સામે ટી20માં ભારતની કમાન સંભાળી હતી. ભારતના T20ના ઈતિહાસમાં સાત કેપ્ટનોમાં વિરાટ કોહલી એકમાત્ર એવો ખેલાડી છે, જે પોતાની પ્રથમ મેચ હારી ગયો છે. બીજી તરફ સેહવાગ, એમએસ ધોની, અજિંક્ય રહાણે, રોહિત શર્મા, શિખર ધવન અને સુરેશ રૈનાએ કેપ્ટન તરીકે પ્રથમ ટી20 મેચ જીતી છે.
ધોનીએ પાકિસ્તાનને હરાવ્યું
વીરેન્દ્ર સેહવાગે 2006માં દક્ષિણ આફ્રિકા સામેની 1લી મેચમાં ભારતીય ટીમની કમાન સંભાળી હતી અને આ મેચ જીતી હતી. ધોનીએ વર્લ્ડ કપમાં સ્કોટલેન્ડ સામે સુકાનીપદ સંભાળ્યું હતું, પરંતુ વરસાદના કારણે મેચ રદ્દ થઈ ગઈ હતી. આ પછી માહીએ કેપ્ટન તરીકે ટી20માં પોતાની પ્રથમ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. સુરેશ રૈનાએ વર્ષ 2010માં ઝિમ્બાબ્વે સામે 3 T20 મેચમાં કેપ્ટનશીપ કરી હતી અને જીત મેળવી હતી.
ધવને શ્રીલંકાને હરાવ્યું
અજિંક્ય રહાણેએ વર્ષ 2015માં ઝિમ્બાબ્વે સામેની 2 મેચમાં ટી-20ની કેપ્ટનશીપ કરી હતી અને પ્રથમ મેચ જીતી હતી. આ પછી રન મશીન વિરાટ કોહલીની કપ્તાન તરીકેની પ્રથમ મેચ ઈંગ્લેન્ડ સામે હતું, પરંતુ પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડીયો હતો. રોહિતે 2017માં શ્રીલંકા સામે ટીમની કપ્તાની સંભાળી હતી અને પ્રથમ મેચ જીતી હતી. આ પછી શિખર ધવને 2021માં T20ની કમાન સંભાળી હતી, અને પ્રથમ મેચમાં શ્રીલંકા સામે જીત મેળવી હતી.