અમદાવાદગુજરાતમધ્ય ગુજરાત

માણેકચોક બજારને લઈને મોટા સમાચાર, આ દિવસથી મળશે ટેબલ-ખુરશી

Text To Speech

અમદાવાદની નાઈટ લાઈફની ઓળખ ગણાતા માણેકચોકમાં છેલ્લા કેટલાક દિવસથી લોકો નીચે બેસીને જમી રહ્યા હતા. વર્ષોથી અહીં ધંધો કરતા લોકોને પોલીસે રસ્તા પર ટેબલ-ખુરશી ના મૂકવા માટે આદેશ આપી દીધો હતો. જેના કારણે અમુક લોકો અહીતી ખાધાપીધા વગર જ ચાલી જતા હતા. ત્યારે હવે માણેકચોકમા ખાણીપીણીનું બજાર આજથી રાબેતા મુજબ ચાલશે તેવું જાહેર કરવામાં આવ્યું છે.

માણેકચોકમાં ટેબલ- ખુરશી લગાવી શકાશે

અમદાવાદની એક આગવી ઓળખ ધરાવતા માણેક ચોકમાં રાત પડેને ખાણીપીણીની રોનક જામે છે. પરંતુ છેલ્લા ચાર દિવસથી માણેકચોકની રોનક ફિક્કી પડી ગઈ હતી. માણેક ચોકમાં પોલીસે રસ્તા પર ટેબલ-ખુરશીના મૂકવા માટે આદેશ કરતા છેલ્લા ચાર પાંચ દિવસથી લોકો ટેબલ ખુરશી વિના નીચે બેસીને જમી રહ્યા હતા. તો કેટલાક તો ટેબલ ખુરશી ન જોતા ખાધા વિના જ પરત ફરી રહ્યા. અને અહીથી ટેબલ ખુરશી કેમ હટાવી દેવાયા તેને લઇને વેપારીઓ કે પોલીસ કે તંત્ર કોઇ ખંખેરીને કંઇ બોલવા તૈયાર ન હતા. ત્યારે અચાનક લેવાયેલ આ આદેશને પોલીસે પાછો ખેંચી લીધો છે. અને વેપારીઓને ખાણીપીણી માટે ટેબલ- ખુરશી મુકવાની છૂટ આપી છે.

માણેકચોક-humdekhengenews

આ કારણે આદેશ અપાયો હતો

પોલીસે વર્ષોથી માણેકચોકમાં ધંધો કરતા લોકોને રસ્તા પર ટેબલ-ખુરશી ના મૂકવા માટે આદેશ આપ્યો હતો. જેના કારણે અહી ખાણી-પીણીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ રસ્તા પર તાડપત્રી પાથરીને ગ્રાહકોને જમાડી રહ્યા હતા. ત્યારે જાણકારી મુજબ વેપારીઓના આંતરિક કલેહના કારણે પોલીસે અહીં ટેબલ ખુરશી હટાવી લીધી હતી.

આ પણ વાંચો : રાજસ્થાન : ભાણીના લગ્નમાં 3.21 કરોડનું મામેરું, 81 લાખ રોકડા, 40 તોલા સોનું, 16 વીઘા જમીન, 3.15 કરોડ…

Back to top button