નશાબંધીના દાવાઓ વચ્ચે ગુજરાતમાં કેફી દ્રવ્યો અને દારૂની રેલમછેલ, કોંગ્રેસનો આરોપ દારૂ ગુજરાતમાં પકડાયો કે ઘુસાડ્યો ?
ગુજરાતમાં ચોતારફ દારૂની રેલમછેલ જોવા મળે છે ત્યારે આજે ગુજરાત વિધાનસભામાં દારૂ મુદ્દે હોબાળો થયો હતો. આજે ગુજરાત વિધાનસભા ગૃહમાં દારૂના પ્રશ્નના જવાબ મામલે હોબાળો થયો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નિવેદન બાદ ગૃહમાં હોબાળો થયો હતો. હર્ષ સંઘવીએ કહ્યું કે, હું લતીફ અને ચીમનભાઈ પટેલને યાદ કરવા નથી માગતો. ત્યારે હર્ષ સંઘવીના નિવેદન બાદ ગૃહમાં કોંગ્રેસે હોબાળો કર્યો હતો. આ બાદ વિધાનસભા અધ્યક્ષે દરમિયાનગીરી કરી મામલો થાળે પાડ્યો હતો.
ગુજરાતમાં દારૂ-ડ્રગ્સના આંકડાઓ
રાજ્યમાં પકડાયેલા દારૂના આંકડાઓ વિધાનસભા ગૃહમાં સામે આવ્યા છે. વિધાનસભામાં ગૃહમાં જણાવ્યું કે, બે વર્ષમાં રાજ્યમાંથી રૂ. 6413,96,33,620 કિંમતના વિદેશી દારૂ, દેશી દારૂ, બિયર અને અન્ય નશીલા દ્રવ્યો પકડવામાં આવ્યા છે. રાજ્યમાંથી 2 વર્ષમાં વિદેશી દારૂની રૂ.197,56,21,059 કિંમતની 51,48,05,345 બોટલ, દેશી દારૂ રૂ. 3,99,95,154 કિંમતનો 1,00,80,465 લીટર બિયર રૂ.10,51,46,161ની કિંમતની 2,99,95,154 બોટલ પકડાઈ છે. તેમજ રૂ.6201,28,76,274 કિંમતનું અફીણ, ચરસ, ગાંજો, હેરોઈન, પોશડોડા/પાવડર અને અન્ય ડ્રગ્સ પકડાયું. જો કે આ ગુનાઓમાં સંડોવાયેલા 3,716 આરોપીઓની ધરપકડ કરવાની પણ બાકી.
આ પણ વાંચો : ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને મળી આ મોટી જવાબદારી, રાજ્યના ગૌરવમાં થયો વધારો
અધ્યક્ષ શંકર ચૌધરી મામલો થાળે પાડ્યો
વિધાનસભામાં દારૂ-ડ્રગ્સના આંકડા જાહેર થયા બાદ આ મુદ્દે પર ગૃહમાં વિવાદ થયો હતો. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહમાં નિવેદન આપ્યું કે, હું લતીફ કે ચીમનભાઈ પટેલને યાદ કરવા નથી માગતો. ચિંતા કરી એટલા માટે કહેવામાં આવ્યું છે. ગુજરાતના ઇતિહાસમાં નજર રાખીએ તો આરોપ લાગ્યા હતા અને સચ્ચાઈ પણ સામે આવી હતી. ત્યારે હર્ષ સંઘવીના આવા નિવેદન ઉપર કોંગ્રેસના સભ્યોએ હોબાળો કર્યો હતો. જોકે અધ્યક્ષ શંકર ચૌધરીએ દરમિયાનગીરી કરતા મામલો થાળે પડ્યો હતો.
આ પણ વાંચો : ડ્રગ્સ પકડાયું ને પકડયું એ બંને વચ્ચે ભેદ સમજવો જરૂરી : હર્ષ સંઘવી
દારૂના હોબાળા વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપ
દારૂના હોબાળા વચ્ચે બંને પક્ષના ધારાસભ્યો વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપ થયા હતા. ગુજરાત પોલીસે પ્રથમવાર સમગ્ર ગુજરાતમાં દારૂનું નેટવર્ક ચલાવનાર ઉપર રેડ કોર્નર નોટિસ કાઢવામાં આવી હોવાનું ગૃહમાં ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું. ત્યારે દારૂના પ્રશ્નને લઈ ગૃહમાં સામ સામે દલીલો થઈ હતી. અમિત ચાવડાએ દારૂબંધી સંદર્ભે પ્રશ્ન સમયે કહ્યું, આ દારૂ પકડ્યો કે પકડાયો કે ઘુસાડવામા આવ્યો છે. તેનો જવાબ આપતા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જવાબ આપતા કહ્યું હતું કે, લતીફ કે ચીમન પટેલને યાદ કરવા નથી માંગતો. ગુજરાતનો ઈતિહાસ સૌ કોઈ જાણે છે. ત્યારે આ મામલે કોંગ્રેસ ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ કહ્યું કે, ચૂંટણી સમયે દારૂની ટ્રકો ગુજરાતમાં ઠલવાય છે. તો શૈલેષ પરમારે કહ્યું હતું કે, સ્વર્ગસ્થ ચીમન પટેલનું નામ ગૃહમાં ન લેવાવું જોઈએ. આ બાદ અધ્યક્ષે દરમિયાનગીરી કરી મામલો થાળે પાડ્યો.
આ પણ વાંચો : ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બદલાશે!, નવું નામ સામે આવ્યું
દારૂ મુદ્દે ગૃહમાં હાસ્યનું મોજું ફરી વળ્યું
એક તરફે, દારૂ પીને વધારે જીવતા હોય તો પરમિટ આપવી જોઈએ કે નહીં તેવું ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નિવેદન કરતાં ગૃહમાં હાસ્યનું મોજું ફરી વળ્યુ હતું. દારૂના પ્રશ્ન ઉપર કોંગ્રેસના ધારાસભ્ય સીજે ચાવડાએ પ્રશ્ન કર્યો હતો કે, દારૂની પરમિટ આપવામાં ડોક્ટરોનું સર્ટિફિકેટનો ઉપયોગ કરવામાં આવે છે અને સર્ટિફિકેટમાં લખ્યું હોય છે આ દારૂની પીવે તો નહીં જીવી શકે. પણ આવા લોકો ૯૦ વર્ષ જીવતા હોય છે એટલે ડોક્ટરના સર્ટિફિકેટ અને પરમીટ આપવાની પોલિસીમાં રિવ્યુ કરવા માંગો છો તો કેમ તેના જવાબમાં ગૃહરાજ્યમંત્રીએ આ કોમેન્ટ કરી હતી.