સ્પોર્ટસ

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટરે કરી સંન્યાસની જાહેરાત, છોકરી સાથેના અશ્લીલ ફોટાને કારણે છોડવી પડી કેપ્ટનશીપ !

Text To Speech

ઓસ્ટ્રેલિયન ટીમના પૂર્વ કેપ્ટન ટિમ પેને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. પેને શેફિલ્ડ શીલ્ડમાં તેની છેલ્લી મેચ ક્વીન્સલેન્ડ સામે રમી હતી. મેચ બાદ તસ્માનિયાની ટીમે તેમને ગાર્ડ ઓફ ઓનર આપ્યું અને ક્રિકેટમાં તેમના યોગદાનને યાદ કર્યું. પેને ટેસ્ટ ક્રિકેટમાં 35 મેચ, ODI ક્રિકેટમાં 35 મેચ અને ઓસ્ટ્રેલિયા માટે 12 T20 મેચ રમી છે. તેણે ટેસ્ટમાં 1,534 રન, વનડેમાં 890 રન અને ટી20 ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા માટે 82 રન બનાવ્યા છે.પેને ત્રણેય ફોર્મેટમાં માત્ર 1 સદી ફટકારી છે. તેણે ટેસ્ટમાં 9 અડધી સદી અને વનડેમાં 5 અડધી સદી ફટકારી છે.તે T20 ક્રિકેટમાં એક પણ મોટી ઇનિંગ્સ રમી શક્યો નથી.

2018માં ઓસ્ટ્રેલિયન ક્રિકેટના ઈતિહાસનો સૌથી ખરાબ વિવાદ થયો હતો, જેને સેન્ડપેપર સ્કેન્ડલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પછી ટિમ પેનને કેપ્ટન બનાવવામાં આવ્યો, તેણે ટીમને સારી રીતે સંભાળી અને મુશ્કેલ સમયમાંથી બહાર કાઢી. જોકે ટિમ પેન ગયા વર્ષે વિવાદોમાં ફસાયા હતા. પેન પર તસ્માનિયા ક્રિકેટમાં કામ કરતી છોકરીને પોતાની અશ્લીલ તસવીરો મોકલવાનો આરોપ હતો. આ મામલો 2017નો હતો પરંતુ ગયા વર્ષે એશિઝ પહેલા તેના ફોટા વાયરલ થયા હતા. આ જૂનો મામલો સામે આવ્યા બાદ પેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બ્રેક લીધો હતો અને હવે ડોમેસ્ટિક ક્રિકેટને પણ અલવિદા કહી દીધું છે.

Back to top button