બી એલર્ટઃ આ લક્ષણો દેખાય તો આલ્કોહોલને આજે જ કહેજો અલવિદા
દારૂને આજે એન્જોયમેન્ટ સાથે જોડવામાં આવી રહ્યું છે. પાર્ટી હોય કે પછી કોઇ ખુશીનો અવસર, ક્યાંક બહાર ફરવા ગયા હો કે પછી મિત્રોને મળી રહ્યા હો, ‘પાર્ટી ‘ કરવી આજકાલ કોમન વસ્તુ બની ગઇ છે. આલ્કોહોલ શરીર માટે ખરાબ છે તે જાણવા છતાં લોકો ઓકેશનલી ડ્રીંક કરે છે. તો કેટલાક લોકો રોજ ડ્રિંક લે છે, જે હેલ્થને ખુબ નુકશાન કરે છે. દારૂ લિવરની સાથે શરીરના અન્ય ભાગ પર પણ નેગેટિવ અસર કરે છે. જો કોઇ વ્યક્તિ વધુ પ્રમાણમાં આલ્કોહોલનું સેવન કરવા લાગે છે તો શરીર ધીમે ધીમે ખરાબ થવા લાગે છે. જો તમને આમાંથી કોઇ લક્ષણો દેખાય તો સમજો આલ્કોહોલને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે.
બ્લોટિંગ
જો તમને બ્લોટિંગની સમસ્યા થઇ રહી છે. તમારુ પેટ ફુલેલુ રહેતુ હોય તેવું લાગે છે તો તેનો અર્થ છે દારુના સેવનની તમારા પાચનતંત્ર પર નકારાત્મક અસર પડી રહી છે. પેટના સ્વસ્થ બેક્ટેરિયા દારૂથી પ્રભાવિત થઇ રહ્યા છે. તે તમારા આંતરડાને બગાડી શકે છે. જો તમને આવુ સહેજ પણ લાગે તો તરત આલ્કોહોલ છોડી દો અને ડોક્ટરની સલાહ લો.
બિમાર હો તેવું લાગવુ
જો તમે નિયમિત રીતે દારૂ પીતા હો તો તમે વારંવાર બિમાર પડો તેવો ખતરો રહે છે. કેમકે આલ્કોહોલ તમારી ઇમ્યુનિટી કમજોર કરી શકે છે. આલ્કોહોલનું સેવન તમારા લોહીમાં બિમારીઓ સામે લડનારી કોશિકાઓને ખતમ કરી દે છે, તેથી વ્યક્તિ વધુ બિમાર પડે છે. જો આમ લાગતુ હોય તો આલ્કોહોલ છોડી દો.
સુવામાં પરેશાની
ઘણા બધા લોકો સાતથી આઠ કલાકની ઉંઘ પ્રોપર લઇ શકતા નથી. આલ્કોહોલ તમારી ઉંઘ ખરાબ કરી શકે છે. રોજ તમને સુવામાં પરેશાની થઇ રહી હોય તો બની શકે છે કે તમારે દારુ છોડવાનો સમય આવી ગયો છે. પુરતી ઉંઘ એટલી જ જરૂરી છે જેટલું રોજ એક્સર્સાઇઝ કરવી, હેલ્ધી ખાવું.
સ્કીન કે દાંતની તકલીફ
જો તમને સ્કિન ડિસઓર્ડર થઇ રહ્યો હોય, તમારી સ્કીન ઓવર સેન્સિટીવ થઇ રહી હોય , તમારી સ્કીન ડ્રાય થઇ રહી હોય તો આલ્કોહોલ છોડી દેવો બહેતર છે. જો તમને એવું લાગી રહ્યુ હોય કે તમારા દાંતના મુળ નબળા પડી રહ્યા છે તો આલ્કોહોલ છોડવામાં ભલાઇ છે.
આ પણ વાંચોઃ Copilot vs Chatgpt : જાણો માઈક્રોસોફ્ટના નવું ફીચર વિશે જેની ચર્ચા થઈ છે શરૂ