નેશનલ

રાજસ્થાન : ભાણીના લગ્નમાં 3.21 કરોડનું મામેરું, 81 લાખ રોકડા, 40 તોલા સોનું, 16 વીઘા જમીન, 3.15 કરોડ…

Text To Speech

રાજસ્થાનના નાગૌર જિલ્લામાં એક મામાએ ભાણીના લગ્નમાં 3.21 કરોડનું ઐતિહાસિક મામેરુ કર્યું છે. રાજસ્થાનમાં ભરાયેલ આ મામેરુ હાલ ચર્ચાનો વિષય બન્યું છે. રાજસ્થાનમાં ત્રણ ભાઈઓએ તેમની ભાણીના લગ્નનમાં એટલુ મામેરુ કર્યું છે. જેને જોઈને સૌ કોઈની આંખો ચાર થઈ ગઈ છે.

રાજસ્થાન મામેરુ-humdekhengenews

રાજસ્થાનમાં મામાએ કર્યું ઐતિહાસિક મામેરું

રાજસ્થાનમાં તાજેતરમાં યોજાયેલ એક મામેરાની ચર્ચા હાલ આખા દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. નાગૌર જિલ્લામાં રહેતા એક જાટ પરિવારે તેમની ભાણેજના લગ્નમાં મામેરું એટલું મોટું લીધું કે તેને ઐતિહાસિક મામેરાનો એક નવો રેકોર્ડ બન્યો. આ મામેરામાં મામાએ ભાણીને એટલુ બધુ આપ્યું હતુ કે તેને જોવા માટે ગામમા લોકોનું ટોળુ એકઠું થઈ ગયું હતું. આ મામેરાની ચર્ચા આ જિલ્લામાં જ નહી પરંતુ સમગ્ર રાજ્યમાં થઈ રહી છે.

મામેરામા આપી આટલી મોંધી વસ્તુઓ

રાજસ્થાનમાં તાજેતરમાં કરાયેલ એક મામેરાનું ચર્ચા હાલ આખા દેશમાં થઈ રહી છે. જેમા એક ભાણીના લગ્નમાં તેના મામાએ 81 લાખ રોકડા, 40 તોલા સોનું, 16 વીઘા જમીન, 30 લાખનો પ્લોટ, 40 તોલા સોનું, 3 કિલો ચાંદી,બાજરી ભરેલી નવી ટ્રેક્ટર-ટ્રોલી અને એક સ્કૂટી આપી છે.

રાજસ્થાન મામેરુ-humdekhengenews

રાજસ્થાનમાં ઐતિહાસિક મામેરા ભરવાની પરંપરા

રાજસ્થાનના નાગૌર જિલ્લાના જાયલમાં ઐતિહાસિક મામેરા ભરવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. આ પહેલા પણ નાગૌર જિલ્લામાં આવા અનેક મામેરાઓ ભરાઈ ચૂક્યા છે. આ પહેલા ભરાયેલા મામેરાઓમાં કુલ રકમ 1 કરોડ સુધીની હતી, પરંતું તાજેતરમાં ભરાયેલા આ મામેરાએ અગાઉ ભરાયેલા મામેરાની તમામ મર્યાદાઓ તોડી નાખી છે.

આ પણ વાંચો : સુરતમાં કુતરા કરડવાના બનાવો વચ્ચે પાલિકાએ ટી.ટી ના ઇન્જેક્શન માટે હાથ અધ્ધર કર્યા

Back to top button