કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની વેબસાઈટ થઈ હેક, આટલી માહિતીઓ લીક થઈ હોવાનો દાવો
કેન્દ્રીય આરોગ્ય વિભાગની વેબસાઇટ ગુરૂવારે હેક થઇ હોવાની વિગતો સામે આવી છે. આ હેકિંગ રશિયાના હેકર ગ્રુપ કરવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જેથી મિનિસ્ટ્રી દ્વારા તત્કાલ ઇન્ડિયન કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમને વેબસાઇટની તપાસ માટે આદેશ આપી દેવામાં આવ્યા હતા.
હેલ્થ મિનિસ્ટ્રીની વેબસાઇટ થઈ હેક
જાણકારી મુજબ ક્લાઉડ એક્સના સાયબર સિક્યોરિટી નિષ્ણાંતોએ દાવો હતો કે રશિયન હેકર્સના ગ્રુપ ફીનિક્સ દ્વારા હેલ્થ મિનિસ્ટ્રીની વેબસાઇટને હેક કરી લેવામાં આવી હતી. જેથી આ હેકર્સ દ્વારા દેશની તમામ હોસ્પિટલના કર્મચારીઓ અને મુખ્ય તબીબોને ડેટા ચોરી લીધા હોવાનું કહેવામાં આવ્યું હતું. જેથી મંત્રાલય દ્વારા આ સંબંધમાં CERT-IN પાસેથી માહિતી માંગવામાં આવી છે. તેઓ તેની તપાસ કરી રહ્યા છે, CERT-INને 36 કલાકની અંદર અહેવાલ રજુ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.
આ માહિતીની થઈ ચોરી
એઆઈ સંચાલિત સાયબર સુરક્ષા કંપનીએ દાવો છે કે રશિયા સમર્થક હેકર ગ્રુપ ફીનિક્સે કથિત રીતે HMIS પોર્ટલ સાથે છેડછાડ કરીને દેશની હોસ્પિટલોના સ્ટાફ અને મુખ્ય ડોક્ટરોના ડેટા ચોરી લીધા છે. ક્લાઉડ એક્સના સાયબર નિષ્ણાતોનો દાવો કર્યો છે કે, હેલ્થ મિનિસ્ટ્રીની વેબસાઈટને રશિયન હેકર્સના ગ્રૂપ ફોનિક્સ દ્વારા નિશાને લેવામાં આવી છે. એટલે કે હવે દેશના તમામ ડોક્ટર્સ અને હેલ્થ વિભાગ સાથે જોડાયેલી માહિતી જે સરકાર પાસે હતી તે હવે આ હેકર્સ પાસે પહોંચી ગઈ છે.
આ કારણે ભારત પર સાયબર અટેક કર્યો
CLOUD SEK ના અહેવાલ મુજબ આ કરવા પાછળનું કારણ ઓઇલ પ્રાઇસ કેપ અંગે ભારત અને રશિયા વચ્ચે થયેલા કરાર અને રશિયા-યુક્રેન યુદ્ધ અંગે G20 સમિટમાં પ્રતિબંધો હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ભારત દ્વારા પ્રતિબંધોનું ઉલ્લંઘન નહી કરવા અને G7 દેશોએ નક્કી કરેલી કિંમતે જ રશિયન ક્રુડ ઓઇલ ખરીદવાનો નિર્ણય લીધો છે. જેથી આ સાયબર અટેક પાછળનું કારણ રશિયન ફેડરેશન પર લદાયેલા પ્રતિબંધો છે.
હેકર ગ્રુપ ફીનિક્સ જાન્યુઆરી 2022થી સક્રિય
ક્લાઉડએસઈકેના જણાવ્યા અનુસાર હેકર ગ્રુપ ફીનિક્સ જાન્યુઆરી 2022થી સક્રિય છે. આ ગ્રૂપ મુખ્યરૂપે માત્ર હોસ્પિટલોને જ ટાર્ગેટ કરે છે. અગાઉ અમેરિકી સૈન્ય અને સ્પેનિશ વિદેશ મંત્રાલયને સેવા આપતી આરોગ્ય સંસ્થાની વેબસાઈટને હેકિંગનો કરવામાં પણ આ જૂથનો હાથ હતો. તેને રશિયાથી ઓપરેટ કરવામાં આવતું હોવાનું માનવામાં આવે છે.
આ પણ વાંચો : અનંત અંબાણીએ જામનગરના વિશ્વ પ્રસિદ્ધ બાલાહનુમાનજી મંદિરમાં શીશ ઝુકાવ્યું, જાણો મંદિરની ખાસિયત