બિઝનેસ

ગૌતમ અદાણીએ આખરે મૌન તોડ્યું, વિનોદ અદાણીનો અદાણી ગ્રુપ સાથે શું છે સંબંધ ?

ગૌતમ અદાણી ગ્રૂપના મોટા ભાઈ વિનોદ અદાણીનું નામ અમેરિકન શોર્ટ સેલિંગ કંપની હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટમાં સૌથી વધુ વખત આવ્યું હતું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે વિદેશમાં રહેતા વિનોદ અદાણીએ અદાણી ગ્રુપમાં છેતરપિંડી માટે ઓફશોર કંપનીઓના નેટવર્કનો ઉપયોગ કર્યો હતો. તાજેતરના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે વિનોદ અદાણી અંબુજા સિમેન્ટ્સ અને ACCની માલિકી ધરાવતી કંપનીઓને નિયંત્રિત કરે છે. અદાણી ગ્રુપે પહેલીવાર વિનોદ અદાણી સાથેના તેના સંબંધો વિશે જણાવ્યું છે. અદાણી ગ્રૂપે જણાવ્યું હતું કે વિનોદ અદાણી પ્રમોટર જૂથનો ભાગ છે.

આ પણ વાંચો : ગૌતમ અદાણીને વધુ એક ફટકો હવે ફ્રાંસની કંપનીએ રોકાણ જ અટકાવી દીધું

વિનોદ અદાણી ગ્રુપના પ્રમોટર છે

વિનોદ અદાણીનો ગ્રૂપ સાથે શું સંબંધ છે તે અંગે અદાણી ગ્રૂપની મુખ્ય કંપનીઓમાંની એક અદાણી એન્ટરપ્રાઇઝિસે ગુરુવારે શેરબજારને માહિતી આપી હતી કે ગૌતમ અદાણી અને રાજેશ અદાણી ગ્રૂપની વિવિધ લિસ્ટેડ કંપનીઓના વ્યક્તિગત પ્રમોટર્સ છે. જ્યારે વિનોદ અદાણી આ પ્રમોટરોના નજીકના સંબંધી છે. તેઓ અદાણી ગ્રુપની અલગ-અલગ કંપનીઓના પ્રમોટર છે. આ સાથે અદાણી ગ્રૂપે એમ પણ કહ્યું હતું કે, ગ્રૂપે સમયાંતરે વિનોદ અદાણી સાથેના તેના સંબંધો વિશે માહિતી આપી છે.

આ પણ વાંચો : ગૌતમ અદાણી બન્યા હીરા વેપારીના વેવાઈ, જાણો નાના દીકરા જીતની કોની સાથે થઈ સગાઈ?

તમને જણાવી દઈએ કે અમેરિકાની શોર્ટ સેલિંગ કંપની હિંડનબર્ગે પોતાના રિપોર્ટમાં વિનોદ અદાણી પર અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા કે તેમણે ખોટી માહિતી આપી હતી અને તેમની કંપનીના શેરના ભાવ વધારવા માટે હેરાફેરી કરી હતી. આ સાથે કંપનીએ એ પણ જણાવ્યું કે વિનોદ અદાણી દુબઈ સ્થિત છે.

જાન્યુઆરીમાં આ માહિતી આપી હતી

તમામ રીતે આરોપોને પાયાવિહોણા ગણાવતા અદાણી ગ્રૂપે કહ્યું હતું કે વિનોદ અદાણી અદાણી ગ્રૂપની કંપનીઓમાં કોઈ મેનેજરીયલ હોદ્દો ધરાવતા નથી અને કંપનીઓની સામાન્ય કામગીરી પર ધ્યાન આપતા નથી. નોંધનીય છે કે અમેરિકાના હિંડનબર્ગ રિસર્ચે જાન્યુઆરીમાં અદાણી ગ્રૂપ પર પોતાનો રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. આ રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર ઘણા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. આ રિપોર્ટ આવ્યા બાદ અદાણી ગ્રુપના શેરમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે. ગ્રુપના માર્કેટ કેપમાં $150 બિલિયનનો જંગી ઘટાડો નોંધાયો છે. ત્યારથી કંપની હિન્ડેનબર્ગ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના સતત જવાબ આપી રહી છે.

Back to top button