ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત સરકાર શિક્ષણનું ખાનગીકરણ કરવાના રસ્તે, 495 ખાનગી સ્કૂલને મંજૂરી

Text To Speech

ગુજરાત સરકાર શિક્ષણનું ખાનગીકરણ કરવાના રસ્તે છે. કારણ કે બે વર્ષમાં 359 પ્રાથમિક તથા 136 માધ્યમિક ખાનગી સ્કૂલને મંજૂરી આપી છે. જેમાં સૌથી મોટો પ્રશ્ન છે કે ગુજરાત ભાષા ફરજિયાત પણ શિક્ષકો વિના ભણાવશે કોણ. ગુજરાતમાં શિક્ષણનું ધૂમ ખાનગીકરણ થઈ રહ્યું છે, છેલ્લાં બે વર્ષમાં રાજ્યના 29 જિલ્લાઓમાં એક પણ ગ્રાન્ટેડ પ્રાથમિક કે માધ્યમિક શાળાને રાજ્ય સરકારે મંજૂરી આપી નથી.

આ પણ વાંચો:  ગુજરાત: ખાલીસ્તાન આતંકી ધમકી કેસમાં દુબઇનું કનેકશન સામે આવ્યું

495 ખાનગી શાળાઓને રાતોરાત મંજૂરી આપી દેવાઈ

બીજી તરફ નોન ગ્રાન્ટેડ એટલે કે ખાનગી 359 પ્રાથમિક શાળાઓ અને 136 માધ્યમિક શાળાઓને એટલે કે કુલ 495 ખાનગી શાળાઓને રાતોરાત મંજૂરી આપી દેવાઈ છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં લેખિત સવાલના જવાબમાં રાજ્યના શિક્ષણ મંત્રીએ આ માહિતી આપી હતી. ખાનગી શાળાઓને ગુજરાત સરકાર સતત પ્રોત્સાહન આપી રહી છે અને શિક્ષણની જવાબદારીથી છટકી રહી હોય તેવી સ્થિતિ છે, આ મુદ્દે કોંગ્રેસે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર નોન ગ્રાન્ટેડ શાળાઓને મંજૂરી આપીને લાખો રૂપિયાની ફી ઉઘરાવીને વાલીઓનું શોષણ કરી રહી છે, રાજ્ય સરકારની નીતિ શિક્ષણનું વેપારીકરણ કરવાની રહી છે. 359 ખાનગી પ્રાથમિક શાળાઓને મંજૂરી અપાઈ છે તેમાં રાજકોટમાં સૌથી વધુ 40, સુરતમાં 35, જામનગરમાં 28 શાળા છે.

અમદાવાદ-ગાંધીનગરની સરકારી પ્રાથમિક સ્કૂલોમાં 2082 જગ્યા ખાલી

અમદાવાદ અને ગાંધીનગરમાં સરકારી ધો.1થી 8ની શાળાઓમાં 2,082 શિક્ષકોની જગ્યા ખાલી છે, ગુજરાત વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના લેખિત સવાલના જવાબમાં રાજ્ય સરકારે આ માહિતી આપી હતી. રાજ્ય સરકાર ફરજિયાત ગુજરાતી ભણાવવા માટે બિલ લઈને આવે છે પરંતુ ભાષાના શિક્ષકો જ નથી તો કઈ રીતે બાળકોને ભણાવાશે તે મોટો પ્રશ્ન છે.

ધો.1થી 5ની સ્કૂલોમાં અમદાવાદ ગાંધીનગર શહેર જિલ્લાઓમાં કુલ 1520 શિક્ષકોની જગ્યા ખાલી છે, જેમાં અમદાવાદ શહેરમાં 965, અમદાવાદ જિલ્લામાં 388, ગાંધીનગર જિલ્લામાં 133 અને ગાંધીનગર શહેરમાં 34 જગ્યા ખાલી છે, બીજી તરફ ધો.6થી 8માં ભાષાના 168 શિક્ષકોની જગ્યા ખાલી છે, એ જ રીતે ગણિત વિજ્ઞાનના 222 અને સામાજિક વિજ્ઞાનના 172 શિક્ષકોની ઘટ છે. આમ ધો.6થી 8માં 562 શિક્ષકોની જગ્યા ખાલી છે.

Back to top button