ખાલીસ્તાન આતંકી ધમકી કેસમાં દુબઇનું કનેકશન સામે આવ્યું છે. જેમાં મુખ્ય આરોપીએ દુબઇથી ટ્રેનિંગ લીધા બાદ મધ્ય પ્રદેશમાં દહેશતના વોઇસનું નકલી ટેલિફોન એક્સચેન્જ શરૂ કર્યું હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. તેમાં ખાલીસ્તાન આતંકીના મેસેજમાં સાયબર ક્રાઇમની તપાસમાં નવા ઘટસ્ફોટ ખુલ્યા છે. જેમાં પકડાયેલ મુખ્ય આરોપી રાહુલ દ્વિવેદીએ આ નેટવર્કની દુબઈમાં ટ્રેનિંગ લીધી અને ભારતમાં આવ્યા બાદ મુંબઇથી સીમ બોક્ષ મશીન ખરીદ્યા હતા.
ઇન્ટરનેશનલ કૉલીંગની મિનિટો વેચતો હોવાનું પણ સામે આવ્યું
સીમ બોક્ષ આપનાર વ્યક્તિનું નામ ખુલતા સાયબર ક્રાઇમે આરોપીની શોધખોળ શરૂ કરી છે. એટલુંજ નહિ તપાસમાં આરોપીઓએ દુબઇ, બાંગ્લાદેશ, યુએઈ તેમજ ભારત દેશમાં સીમ બોક્ષથી કોલ અને વોઇસ મેસેજ કરવામાં આવ્યા હોવાનો ખુલ્યું છે. જે ગુનાહિત કૃત્ય કરવા માટે તેઓ મહિને અઢીથી 2 લાખ રૂપિયા મળતા હતા. આરોપીઓ દહેશત ફેલાવતા મેસેજ વાઇરલ કરવા માટે આતંકી સહિતના અલગ અલગ સંગઠન દ્વારા કોન્ટ્રાક્ટ મેળવતા હતા. અને દુબઇમાં વસવાટ કરતા વિદેશીઓ સાથે કમિશન મેળવીને આ ગુનાહિત કૃત્ય શરૂ કર્યું હતું. એટલું જ નહીં આરોપી રાહુલ દુબઈમાં રહીને ઇન્ટરનેશનલ કૉલીંગની મિનિટો વેચતો હોવાનું પણ સામે આવ્યું છે.
વર્ષ 2014 થી 2021 સુધીમાં કુલ 5 વખત દુબઈ મુલાકાત લીધી
પકડાયેલ આરોપી રાહુલ દ્વિવેદી પૂછપરછમાં સામે આવ્યું કે વર્ષ 2014 થી 2021 સુધીમાં કુલ 5 વખત દુબઈ મુલાકાત લીધી છે. રાહુલ દુબઈમાં ઇલેક્ટ્રોનિક્સનું કામકાજ કરતો હતો. જ્યાં દર મહિને 750 દિરહામ કામ કરવાના અને 300 દીરહામ જમવાના મળતા હતા. તપાસમાં ઇન્ટરનેશનલ કોલીંગ કરવા માટેના ડમી ટેલીફોન એક્સેંજ ઓપરેટ કરવાનું પણ દુબઈ માંથી શીખ્યો હતો. જોકે આરોપી રાહુલ મોટા ભાઇના મેરેજ હોવાથી દુબઈથી પાછો આવી ગયો હતો. આરોપી મધ્યપ્રદેશમાં નકલી ટેલિફોન એક્સચેન્જનું નેટવર્ક શરૂ કર્યું હતું. આરોપી રાહુલની પૂછપરછમાં ઇન્ટરનેશલ વોઇપ કોલને ડોમેસ્ટિક વોઈપ કોલમાં કેવી રીતે કન્વર્ટ કરવા તે દુબઈમાં રહેતા વિદેશીઓ પાસેથી શીખ્યો હોવાની કબૂલાત કરી છે.
3 આંતરરાષ્ટ્રીય ગુનેગારો સાથે પણ સંપર્કમાં હતો
મહત્વનું છે કે આરોપી રાહુલ ડમી ટેલીફોન એક્સચેન્જના ચલાવનારા 3 આંતરરાષ્ટ્રીય ગુનેગારો સાથે પણ સંપર્કમાં હતો. ખાલીસ્તાન ધમકીના પૈસાના વહીવટને લઈને ક્યાં ક્યાં વ્યક્તિની સંડોવાયેલા છે જે મુદ્દે સાયબર ક્રાઇમે તપાસ શરૂ કરી છે.