મધ્ય ગુજરાત

અમદાવાદના માણેકચોકમાં રાતોરાત એવું તો શું થયું કે લોકો પાથરણા પર બેસી જમવા થયા મજબૂર ?

Text To Speech

અમદાવાદ શહેરમાં રાતના સમયે ખાણી-પીણીનું નામ આવતા જ સૌ કોઈને મોઢામાં પહેલું નામ માણેકચોકનું જ આવે છે. વર્ષોથી માણેકચોકમાં રાત્રીના સ્વાદના રસીયાઓ ભોજનનો આનંદ માણવા માટે જતા હોય છે. ત્યારે માણેક ચોકમાં લાગેલી લારીઓ અને ફૂડ સ્ટોલમાંથી અચાનક ટેબલ-ખુરશીઓ હટાવી લેવાના નિર્ણયથી લોકો પણ વિચારમાં પડી ગયા છે. છેલ્લા બે-ત્રણ દિવસથી માણેકચોકમાં લોકો પાથરણા પર બેસીને જમી રહ્યા છે.

આ પણ વાંચો : કોરોના સામે લડવા સુરતમાં કોરોના કંટ્રોલ રૂમ શરૂ, જાણો શું છે વ્યવસ્થા ?

માણેકચોકમાંથી વેપારીઓએ કેમ હટાવ્યા ટેબલ-ખુરશી?

એક ન્યૂઝ રિપોર્ટ મુજબ, માણેકચોકના ખાણીપીણી બજારમાં AMC દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. રસ્તા પરના દબાણ દૂર કરવાના હેતુથી સ્ટોલીની આગળ મૂકવામાં આવતા ટેલબ-ખુરશી હટાવી લેવાનો આદેશ કરાતા વેપારીઓએ રોડ પર પ્લાસ્ટિક પાથરી દીધા હતા. એવામાં રાત્રે માણેકચોક આવનારા લોકોને નીચે બેસીને જમવું પડી રહ્યું છે. તેમાં પણ ખાસ મોટી ઉંમરના વડીલોને નીચે બેસવામાં તકલીફ પડી રહી છે.

વેપારીઓએ AMC સામે શું આક્ષેપ કર્યો?

આ મામલે વેપારીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે AMC દ્વારા જુદા જુદા નિયમો બહાર પાડીને તેમને પરેશાન કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, માણેકચોકમાં દિવસ દરમિયાન સોની બજાર ધમધમતુ હોય છે. જ્યારે રાતના સમયે દુકાનો બંધ થઈ જતા ત્યાં ખાણી-પીણીનું માર્કેટ શરૂ થાય છે અને મોડી રાત સુધી લોકો અહી સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માળવા આવતા હોય છે. ખાસ કરીને ગોટાળા ઢોંસા, આઈસક્રીમ સેન્ડવીચ અને પાઉંભાજી માટે જાણીતા માણેક ચોકમાં અમદાવાદ જ નહીં. પરંતુ અન્ય શહેરોના લોકો તથા વિદેશથી આવનારા લોકો પણ આ અહીં મુલાકાત લેતા હોય છે અને રાતના માહોલનો આનંદ માણતા હોય છે.

Back to top button