ગુજરાતટોપ ન્યૂઝ

સરકારે બેરોજગારીના આંકડા જાહેર કર્યા, ગયા વર્ષની સરખામણીમાં આટલા લાખ ઓછા !

Text To Speech

દેશમાં બેરોજગારીને લઈને રાજકારણમાં અવારનવાર ગરમાવો રહે છે અને સરકાર અને વિપક્ષ વચ્ચે બેરોજગારીને લઈને આક્ષેપો થતાં રહે છે. ત્યારે ગુજરાતમાં સરકારી ચોપડે નોંધાયેલા બેરોજગારીના આંકડા આજે સામે આવ્યાં છે. ગુજરાતમાં સરકારી ચોપડે કુલ 2 લાખ 83 હજાર 140 બેરોજગરો નોંધાયેલા છે. જ્યારે 2 લાખ 70 હજાર 922 શિક્ષિત બેરોજગારો નોંધાયેલા છે. એટલે કે કુલ 2,83,140 હાલ સરકારી ચોપડે નોંધાયેલા છે.

આ પણ વાંચો : VHPએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પીઠ થપથપાવતા કહ્યું કે યુપીમાં પણ આવું બન્યું નથી !
સરકાર - Humdekhengenewsવિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ બેરોજગારીને લઈને કરેલ સવાલના જવાબમાં સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં 12218 અર્ધશિક્ષિત બેરોજગારો નોંધાયેલા છે. જ્યારે સરકારે 4 લાખ 70 હજાર 444 લોકોને ખાનગી રોજગારી આપવામાં સહાય કરી છે તેવું જણાવ્યું હતું. સરકારી નોકરીના આંકડાઓ રોજગાર કચેરી પાસે ન હોવાનો સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો.સરકાર - Humdekhengenewsઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ભરતી પરીક્ષાઓમાં નાના મોટા વિઘ્નોને કારણે અમુક પરીક્ષા યોજાઇ નથી ત્યારે બેરોજગારોની સંખ્યામાં પણ થોડો વધારો થયો છે. ગયા વર્ષે જ્યારે સરકારે બેરોજગરીના આંકડા જાહેર કર્યા હતા તેના કરતાં આ વર્ષના આંકડામાં અંદાજે 1 લાખ બેરોજગરોનો ઘટાડો થવા પામ્યો છે.

Back to top button