સુરેન્દ્રનગરમાં ધોળીધજા ડેમ ફરી ઓવરફલો થતાં વાહનચાલકોને જીવનું જોખમ
નર્મદા વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં ધોળીધજા ડેમ ફરી ઓવરફલો થયો છે. તેમાં જીવના જોખમે વાહનચાલકોને પસાર થવુ પડે છે. જિલ્લામાં હાલ ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. તેમાં બપોરના સમયે આગ ઓકતી ગરમી પડી રહી છે. ત્યારે સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ ઓવરફલો થયો છે.
આ પણ વાંચો: રાજ્યના આ 4 IAS અધિકારીઓનો અધિક મુખ્ય સચિવના પ્રમોશન અપાયા
સૌરાષ્ટ્ર શાખા નર્મદા વિભાગ દ્વારા ડેમમાં છોડાયુ
જિલ્લામાં હાલ ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. બપોરના સમયે આગ ઓકતી ગરમી પડી રહી છે. ઉનાળાના પ્રારંભે જ વગર વરસાદે થોડા દિવસ પહેલાં ગત તા. 5મી માર્ચના રોજ સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ ઓવરફલો થયો હતો. ધોળીધજા ડેમમાંથી રાજકોટ, કચ્છ, જામનગર અને બોટાદ સુધી પીવાનું પાણી પાઈપલાઈન અને કેનાલ મારફતે પમ્પિંગ કરીને પહોંચાડવામાં આવે છે. ત્યારે સૌરાષ્ટ્ર શાખા નર્મદા વિભાગ દ્વારા ડેમમાં છોડવામાં આવતા પાણીમાં જાવક કરતા વધી જતા ધોળીધજા ડેમ ઓવરફલો થયો હતો.
આ પણ વાંચો: ગુજરાતમાં ફરીથી કોરોના સંક્રમણ વધ્યું, જાણો કયા શહેરમાં આવ્યા સૌથી વધુ કેસ
બે દિવસમાં આ ડેમમાંથી 1.5 એમસીએફટી પાણી વહી ગયુ
બે દિવસમાં આ ડેમમાંથી 1.5 એમસીએફટી પાણી વહી ગયુ હતુ. ત્યારે નર્મદા વિભાગની ઘોર બેદરકારી ફરી સામે આવી છે. સોમવારે રાત્રે ફરી ડેમમાં પાણી જાવક કરતા વધુ છોડવામાં આવતા ફરી ડેમ ઓવરફલો થયો હતો. અગાઉ જયારે ડેમ ઓવરફલો થયો ત્યારે જિલ્લા પંચાયત કોઝવે અને જીઆઈડીસી કોઝવેમાં આડશ મૂકી બન્ને કોઝવે વાહનચાલકો માટે બંધ કરી દેવાયા હતા. પરંતુ જિલ્લા પંચાયત કોઝવે પરથી પાણી મોટી માત્રામાં વહી રહ્યું હતું અને કોઈપણ જાતના તકેદારીના પગલાં ન લેવાતા વાહનચાલકો જીવના જોખમે કોઝવે પરથી પસાર થઈ રહ્યા હતા. આડશ મુકવામાં ઉદાસ તંત્રના લીધે કોઈ વાહનચાલક પાણીમાં તણાઈને કે ફસડાઈને ભોગાવા નદીમાં ખાબકે અને ઈજા કે અનિચ્છનીય બનાવ બને તો જવાબદારી કોની ? તેવુ લોકોમાં ચર્ચાઈ રહ્યું હતું.