ઈમરાન ખાનના ઘરને પોલીસે 20 કલાક સુધી ઘેરી રાખ્યું, હાઈકોર્ટથી રાહત, પૂર્વ વડાપ્રધાનની ધરપકડ પર પ્રતિબંધ
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડને લઈને લાહોરમાં હંગામો થયો છે. આ દરમિયાન ઈમરાન માટે હાઈકોર્ટ તરફથી રાહતના સમાચાર આવ્યા છે. લાહોર હાઈકોર્ટે ઈમરાન ખાનની ધરપકડ માટે જમાન પાર્કમાં પોલીસ ઓપરેશન રોકવાનો આદેશ આપ્યો છે.
Lahore High Court suspends police operations to arrest Imran Khan till 10 am tomorrow
Read @ANI Story | https://t.co/I1zO4NWAUH#ImranKhan #imrankhanPTI #Lahore #Pakistan pic.twitter.com/UWuaAbLpH9
— ANI Digital (@ani_digital) March 15, 2023
લાહોર હાઈકોર્ટ વતી કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી ઈસ્લામાબાદ હાઈકોર્ટ તરફથી આદેશ જારી કરવામાં ન આવે ત્યાં સુધી પોલીસે ઈમરાન ખાનની ધરપકડ માટે ઝમાન પાર્કમાં પોતાનું અભિયાન બંધ કરી દેવું જોઈએ. જો કે, આ આદેશ આવતીકાલે (ગુરુવાર 16 માર્ચ) સવારે 10 વાગ્યા સુધી જ અમલી રહેશે. તે જ સમયે, કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા વિસ્તારની ઘેરાબંધી આગામી આદેશો સુધી ચાલુ રહેશે.
#UPDATE | Hours after a day-long escalation continued between PTI supporters and law enforcement agencies outside former prime minister Imran residence, Lahore High Court stopped police operation at Zaman Park till 10am tomorrow: Pakistan's Dawn News https://t.co/6lcSBhtP9L
— ANI (@ANI) March 15, 2023