સ્પોર્ટસ

ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓનો ડંકો, અશ્વિન નંબર 1 બોલર, તો કોહલીએ લાંબી છલાંગ લગાવી

ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા એટલે ICC એ ટેસ્ટ બોલરોની રેન્કિંગ જાહેર કરી છે. અશ્વિન નવી રેન્કિંગમાં વિશ્વનો નંબર વન બની ગયો છે. અશ્વિને ઈંગ્લેન્ડના જેમ્સ એન્ડરસનને પાછળ છોડી દીધો છે. નંબર વન બોલર માટે એન્ડરસન અને અશ્વિન વચ્ચે ભારે રસાકસી જોવા મળી હતી. પરંતુ અંતે અશ્વિને બાજી મારી. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં તેની 25 વિકેટના કારણે અશ્વિનને ICC તરફથી નંબરનું સ્થાન મળ્યું છે.

તાજેતરની ટેસ્ટ રેન્કિંગમાં અશ્વિનના 869 રેટિંગ પોઈન્ટ છે. અને જેમ્સ એન્ડરસન પાસે હવે 859 રેટિંગ પોઈન્ટ છે. મતલબ કે હવે વિશ્વના નંબર વન અને નંબર બે ટેસ્ટ બોલરો વચ્ચે 10 પોઈન્ટનું અંતર છે. સ્વાભાવિક છે કે, હવે એન્ડરસને આ અંતર કાપવા માટે એશિઝ શ્રેણીની રાહ જોવી પડશે. આ સાથે જ અશ્વિન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં સીધો પ્રવેશ કરશે.

આ પણ વાંચો : અનિલ કુંબલેને પાછળ છોડી આર. અશ્વિન સૌથી ઝડપી 450 વિકેટ લેનારો બીજો બોલર બન્યો

ICCના ટોપ 5 ટેસ્ટ બોલરોમાં અશ્વિન એકમાત્ર સ્પિનર ​​છે

ICC તરફથી ટેસ્ટ બોલરોની તાજેતરની રેન્કિંગમાં ટોપ 5માં અશ્વિન એકમાત્ર સ્પિનર ​​છે. તેના સિવાય બાકીના 4 ફાસ્ટ બોલર છે. એન્ડરસન ઉપરાંત ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સ, દક્ષિણ આફ્રિકાના કાગિસો રબાડા અને પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીનું નામ તેમાં સામેલ છે. કમિન્સના 841 રેટિંગ પોઈન્ટ છે. રબાડાના 825 પોઈન્ટ છે જ્યારે શાહીનના 787 રેટિંગ પોઈન્ટ છે.

આ પણ વાંચો : IND vs AUS: રવિન્દ્ર જાડેજાએ ઈન્દોર ટેસ્ટમાં ઈતિહાસ રચ્યો, કપિલ દેવ પછી બીજો ભારતીય

ટોપ 10માં 3 ભારતીય બોલર સામેલ

અશ્વિન સહિત ટોચના 10 ICC ટેસ્ટ બોલરોની યાદી છે, 3 ભારતીય બોલરોનો સમાવેશ થાય છે. તેમાંથી જસપ્રીત બુમરાહ સાતમા નંબરે છે. બુમરાહે એક સ્થાન ગુમાવ્યું છે. જ્યારે જાડેજા યાદીમાં 9મા નંબરે છે. જાડેજાએ સ્થાન ગુમાવવાનું પણ સહન કરવું પડ્યું છે.

આ પણ વાંચો : સેન્ચુરી કિંગ વિરાટ કોહલી પાસેથી શીખવા જેવા છે આ પર્સનાલિટીની ટિપ્સ

આ રીતે અશ્વિન નંબર વન બોલર બન્યો

તમને જણાવી દઈએ કે અશ્વિને તાજેતરમાં પૂર્ણ થયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં રમાયેલી 4 મેચમાં 25 વિકેટ લીધી છે, જેણે તેને નંબર વન બોલર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જ્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ ટેસ્ટ શ્રેણી પૂરી થઈ ન હતી ત્યારે એન્ડરસન નંબર વન બોલર હતો. પરંતુ, સિરીઝના અંતમાં પહોંચ્યા બાદ અશ્વિન હવે નંબર વન છે.

આ પણ વાંચો : BCCI ના પસંદગીકારના સ્ટિંગ વીડિયોથી ખળભળાટ, શું બની છે સમગ્ર ઘટના ?

વિરાટ કોહલીનું શાનદાર વાપસી

ભારતના સ્ટાર બેટ્સમેંન વિરાટ કોહલી ઘણા સમયથી ખરાબ ફોર્મમાં હતો પરંતુ ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટમાં શાનદાર 186 રન બનાવી વિરાટ કોહલીએ 8 બેટ્સમેનોને પાછલ છોડી દીધા છે. આ ખેલાડીએ ફરી એકવાર ટોપ 20માં જગ્યા બનાવી લીધી છે. વિરાટ કોહલી હાલ 13માં નંબર પર પહોંચી ગયો છે.

 

Back to top button