હિંદુ નવવર્ષની કુંડળીમાં મોટો સંકેતઃ જાણો કેવું રહેશે આવનારુ નવું વર્ષ
હિંદુ નવવર્ષ ચૈત્ર મહિનાની એકમથી શરૂ થઇ રહ્યું છે. આ નવું વર્ષ 12 મહિના સુધી ચાલશે. આવતા વર્ષે ચૈત્ર મહિનાની એકમ સુધી શું થશે તેનું જ્યોતિષીઓ દ્વારા આકલન કરવામાં આવતુ હોય છે. આખા વર્ષના સમયગાળાના અવલોકન માટે હિંદુ નવવર્ષની કુંડળી તથા સુક્ષ્મ ફલકથન માટે સુર્ય સંક્રાંતિ, પુર્ણિમા અને અમાવસ્યાના સમયની કુંડળીઓનો અભ્યાસ કરવામાં આવે છે. આ વર્ષ 21 માર્ચના રોજ રાતે 10.53 વાગ્યે પુર્ણ થશે. હિંદુ નવવર્ષની કુંડળી આ વર્ષે ભારતીય સમયાનુસાર વૃશ્વિક લગ્નની બની રહી છે.
હિંદુ નવ વર્ષ 2023ના રાજા હશે બુધ
22 માર્ચે હિંદુ નવવર્ષ શરૂ થાય છે, આ દિવસે બુધવાર છે. નવા વર્ષનો પ્રવેશ શુક્લ નામના યોગ અને નાગ કરણમાં થઇ રહ્યો છે. આગામી દિવસે સુર્યોદયના સમયે એકમ હોવાના કારણે આ વર્ષે રાજા બુધ હશે. બુધ વર્ષનો રાજા હોવાથી કલાકારો, જાદુગરો, નાટ્યકારો, ગાયકો અને લેખકોને વિશેષ લાભ થાય છે.
અર્થવ્યવસ્થા સુધરશે
હિંદુ નવવર્ષની વૃશ્ચિક લગ્નની કુંડળીમાં લાભના સ્થાને એકાદશ ભાવને પંચમ ભાવમાં બેઠેલા સુર્ય, ચંદ્રમા, ગુરૂ અને બુધની સાથે સાથે અષ્ટમ ભાવમાં બેઠેલા મંગળની દ્રષ્ટિ પડવાના કારણે આર્થિક વિકાસ દરમાં તેજી આવશે. બેરોજગારી દર ઘટશે. નોકરીઓની તકો પણ ઘટી શકે છે. ખેડુતોને નુકશાન થશે. 2023ના અંત સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ખેડુત આંદોલનોનો સામનો કરવો પડે એવું બની શકે છે.
વિદ્યાર્થીઓ, કલાકારોના સારા દિવસો
એક મોટો રાજયોગ અને ધનયોગ બની રહ્યો છે. આ કારણે એક વર્ષમાં ભારતના કલાકાર અને વૈજ્ઞાનિકો દેશ-વિદેશમાં મોટી ખ્યાતિ પ્રાપ્ત કરશે. ભારતના કોઇ વૈજ્ઞાનિક કે શિક્ષણવિદને નોબેલ કે અન્ય કોઇ પ્રતિષ્ઠિત પુરસ્કાર મળી શકે છે. દેશમાં નવી શિક્ષણનીતિથી વિદ્યાર્થીઓને લાભ થશે. ફિલ્મ જગત, પર્યટન અને હોટલ વ્યવસાય સાથે જોડાયેલા લોકોને આર્થિક લાભ થશે.
સરકાર અને વિપક્ષ વચ્ચે સમસ્યાઓ સર્જાશે
વિદેશી ષડયંત્રો, સેક્સ સ્કેન્ડલના કારણે કેટલીક રાજ્ય સરકારોમાં મોટો તણાવ ઉભો થઇ શકે છે. વિપક્ષના કેટલાક મોટા નેતાઓએ કાયદાકીય બાબતોમાં ઉલઝવુ પડે તેવું બની શકે છે. કોઇ મોટા પ્રધાનો સાથે કંઇક અનહોની ઘટના ઘટિત થઇ શકે છે.
આ પણ વાંચોઃ નવરાત્રિ પહેલા ઘરમાંથી બહાર કરો આ વસ્તુઓ, બચી જશો આર્થિક નુકશાનથી