ભારતીય શેરબજારમાં સતત પાંચમા દિવસે ઘટાડો, આ સ્ટોકમાં જોવા મળ્યો ઘટાડો
શેરબજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. સિલિકોન વેલી બેંકના પતનની અસર શેરબજાર પર હજુ પણ જોવા મળી રહી છે. આજે સતત પાંચમાં દિવસે શેરબજારનો આંક ગગડીને નીચે સરકી ગયો છે. આ અઠવાડિયામાં સતત ત્રીજા ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું. સવારે તેજી સાથે શેરબજાર ખુલ્યું અને બપોર સુધી તેજીથી વેપાર કરવા છતાં બજારે તેની ગતિ જાળવી શકી નથી. અને રોકાણકારોની વેચવાલીથી ભારતીય બજાર ફરી ઘટાડા સાથે બંધ થયું છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 338 પોઈન્ટ ઘટીને 57,553 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 74 પોઈન્ટના ઘટાડા સાથે 16,972 પોઈન્ટ પર બંધ થયો હતો.
આ પણ વાંચો : ભારતીય શેરબજારમાં ‘બ્લેક ફ્રાઈડે’ : સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટું ગાબડું, જાણો કયા શેર્સમાં થયો ઘટાડો
દિવસના અંત સુધી શેરબજાર
આજના ટ્રેડિંગ સેશનમાં ફાર્મા, મેટલ્સ, કોમોડિટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર સેક્ટરના શેરમાં ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે બેન્કિંગ, આઈટી, ઓટો, FMCG, મીડિયા, ઈન્ફ્રા, ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં વેચવાલી જોવા મળી છે. જો કે સ્મોલ કેપ અને મિડ કેપ શેરોમાં તેજી જોવા મળી છે. નિફ્ટીના 50 શેરોમાંથી 20 શેરો ઉછાળા જ્યારે 30 શેરો ઘટાડા સાથે બંધ થયુ. જ્યારે સેન્સેક્સના 30 શેરોમાંથી 8 ઉછાળો અને 22 ઘટાડા સાથે બંધ થયું.
આ શેરોમાં તેજી જોવા મળી
આજના કારોબારમાં એશિયન પેઈન્ટ્સ 2.99 ટકા, ટાટા સ્ટીલ 2.07 ટકા, ટાઇટન કંપની 1.76 ટકા, લાર્સન 1.47 ટકા, પાવર ગ્રીડ 1.44 ટકા, કોટક મહિન્દ્રા 1.12 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 108 ટકા સાથે બંધ રહ્યા હતા. જ્યારે ભારતી એરટેલ 2 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 1.85 ટકા, રિલાયન્સ 1.74 ટકા, HDFC બેન્ક 1.54 ટકા, SBI 1.49 ટકા, HUL 1.48 ટકા ઘટીને બંધ થયા છે.
આ પણ વાંચો : ભારતીય સેન્સેક્સ 60 હજારને પાર પહોંચવા શું રહ્યા મુખ્ય કારણો? વિદેશી રોકાણકારોની શું છે સ્થિતિ ?
રોકાણકારોને ફરી નુકસાન
આજે શેરબજારમાં ઘટાડાથી રોકાણકારોને ફરી નુકશાની વેઠવી પડી છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 255.76 લાખ કરોડ થયું છે, જે મંગળવારે રૂ. 256.53 લાખ કરોડ હતું. એટલે કે આજના વેપારમાં રોકાણકારોને રૂ.77,000 કરોડનું નુકસાન થયું છે. આમ એકવાર ફરી રોકાણકારોને નુકશાન થયું છે.