કેન્સરના દુશ્મન કહેવાય છે આ વેજિટબલ્સઃ રોજિંદા ડાયેટમાં ઉમેરો
કેન્સર એક ગંભીર અને જીવલેણ બીમારી છે. કેન્સર કેટલાય પ્રકારના હોય છે અને કોઇ પણ પ્રકારનું કેન્સર શરીરને અલગ અલગ રીતે નુકશાન પહોંચાડે છે. કેન્સર અચાનક થતી બીમારી નથી. તે શરીરમાં ધીમે ધીમે વધે છે. કેન્સર માટે અનેક દવાઓ અને મેડિકલ ઉપચાર છે, પરંતુ તેનાથી બચવાની સૌથી સારી રીત એ છે કે તેના લક્ષણોને સમય પર ઓળખી લેવા જોઇએ અને તેનું નિદાન કરવુ જોઇએ, તેનાથી બહેતર ઇલાજમાં મદદ મળી શકે છે.
તમે શું ખાવ પીવો છો તે નક્કી કરે છે કે તમારા શરીરમાં કેન્સરનું જોખમ કેટલું થઇ શકે છે. કેન્સરથી બચવા માટે આમ તો યોગ્ય સમયે લક્ષણોની ઓળખ, સમયે સમયે તપાસ, એક્ટિવ લાઇફસ્ટાઇલ અને હેલ્ધી ડાયેટ જરૂરી છે. રોજ ખવાતા કેટલાક શાકભાજીમાં કેન્સરને રોકવા માટેના ગુણ છે. તો જાણી લો એવા શાકભાજી વિશે જે કેન્સરથી બચવામાં તમારી મદદ કરે છે.
કેન્સરથી બચવા ખાવ બીન્સ
બીન્સમાં ફાઇબરની માત્રા વધુ હોય છે. ફાઇબરથી ભરપુર વસ્તુઓનું સેવન કરવાથી કોલોરેક્ટલ કેન્સરથી બચવામાં મદદ મળે છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સુકા બીન્સનું સેવન કરવાથી ટ્યુમર થવાની શક્યતાઓ ઘટી જાય છે.
ગાજરમાં છે કેન્સર સામે લડવાની તાકાત
ગાજર ખાવાથી કેન્સરનો ખતરો ઘટે છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ગાજર ખાવાથી પેટના કેન્સરનો ખતરો 26 ટકા સુધી ઘટી જાય છે. એટલું જ નહીં, તેનાથી પ્રોસ્ટેટ કેન્સરના વિકાસને 18 ટકા સુધી ઘટાડી શકાય છે.
કેન્સરથી બચવા લસણ ખાવ
લસણમાં એલિસિન નામનું એક સક્રિય ઘટક હોય છે. તે એક એવું તત્વ છે જેમાં કેન્સરની કોશિકાઓને મારવાની ક્ષમતા છે. નિયમિત રીતે લસણના સેવનથી પેટના કેન્સરનું જોખમ ઘટી જાય છે. પ્રોસ્ટેટ કેન્સરનો ખતરો પણ ઘટે છે.
કોબીજ- ફ્લાવર છે અદ્ભુત
કોબી-ફ્લાવર, કેળ, બ્રોકોલી જેવા શાકભાજી કોબી પરિવારના કહેવાય છે. તેમાં વિટામીન સી, વિટામીન કે અને મેંગેનીઝ જેવા જરૂરી પોષક તત્વો હોય છે. આ શાકભાજીમાં સલ્ફોરાફેન પણ હોય છે. તે એન્ટીકેન્સરના રૂપે ઓળખાય છે. તે કેન્સર કોશિકાઓને વધવાથી રોકે છે.
ટામેટા છે બેસ્ટ
ટામેટાં ખાવાનો સ્વાદ તો વધારે છે, સાથે સાથે શરીરમાં કેન્સર સામે લડવાના ગુણ પણ વિકસાવે છે. ટામેટામાં લાઇકોપીન હોય છે, જે એન્ટી ઓક્સિડન્ટ ફાઇટોકેમિકલ છે. તે હાર્ટ ડિસીઝને રોકવામાં મદદ કરે છે. તે વિટામીન એ, સી, ઇનો એક સારો સ્ત્રોત છે. તે કેન્સરનું કારણ બનનાર ફ્રી રેડિકલનુ દુશ્મન છે.
પાંદડાવાળા શાકભાજી
પાલક અને લેટ્યુસ જેવી લીલા પાંદડાવાળી ભાજી એન્ટી ઓક્સિડન્ટ બીટા-કેરાટીન અને લ્યુટિનનો સારો સ્ત્રોત છે. તે તમામ પોષકતત્વો કોલાર્ડ ગ્રીન્સ, સરસો, કેલમાં મળી આવે છે. આ શાકભાજી કેન્સર સામે લડવામાં અને કેન્સર કોશિકાઓના વિકાસને રોકવામાં મદદ કરે છે.
આ પણ વાંચોઃ હોટસ્પોટ બની રહ્યું છે મહારાષ્ટ્ર, પુડુચેરીમાં શાળા બંધ, નવો વાયરસ ડરાવવા લાગ્યો !