ટ્રેન્ડિંગધર્મ
ચૈત્ર નવરાત્રીમાં વાહન ખરીદવું હોય તો શ્રેષ્ઠ મુહુર્ત આ રહ્યા
ચૈત્ર નવરાત્રીનો આરંભ થવા જઇ રહ્યો છે. 22 માર્ચ બુધવારના રોજ ચૈત્ર નવરાત્રિ શરૂ થશે. નવરાત્રીના નવ દિવસ સુધી માં દુર્ગાના નવ સ્વરૂપોની પુજા અર્ચના કરવામાં આવે છે. નવરાત્રિનો દિવસ ખુબ જ શુભ અને પાવન માનવામાં આવે છે. આ દિવસોમાં જો તમે કોઇ શુભ કાર્ય કરવા ઇચ્છો છો તો કરી શકો છો. આ સમય દરમિયાન લોકો વાહન કે અન્ય કોઇ નવી વસ્તુ ખરીદતા હોય છે. આ નવ દિવસ દરમિયાન કોઇ સારી વસ્તુની ખરીદીના શુભ મુહુર્ત જાણી લો.
ચૈત્ર નવરાત્રી ખરીદી કરવા માટેના શુભ મુહુર્ત
- 27 માર્ચના રોજ સર્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત યોગ રહેશે. આયુષ્માન યોગ પણ આ દિવસે રહેશે અને ચંદ્રમા ઉચ્ચ રાશિમાં હશે, તેથી વાહન ખરીદવા માટે આ દિવસ શુભ ગણાશે
- 30 તારીખના રોજ સર્વાર્થ સિદ્ધિ યોગની સાથે અમૃત સિદ્ધિ યોગ રહેશે. આ દરમિયાન રામનવમીનો પાવન સંયોગ પણ છે. આ દિવસે ચંદ્રમા મિથુન રાશિમાં છે. તેથી આ દિવસ પણ વાહન ખરીદી માટે શુભ રહેશે.
- 24 માર્ચના રોજ 1.22 વાગ્યાથી રવિયોગ છે. આ દિવસે અશ્વિની નક્ષત્ર ચંદ્રમા પર રાશિ મેષમાં હશે. આ દિવસે વાહન ખરીદવુ શુભ છે.
- 30 માર્ચના દિવસે રાતે 11.59થી ગુરુ પુષ્ય યોગ પણ લાગશે જે 31 માર્ચના સુર્યોદય સુધી છે. આ યોગમાં ખરીદી કરવી શુભ ગણાશે.
નવરાત્રીનું વ્રત કરતા હો તો પાળજો આ નિયમો
- જો તમે નવરાત્રીના ઉપવાસ કે એકટાણાં કરતા હો તો બેડ પર ન સુવો, જમીન પર ચટાઇ પાથરીને સુવો.
- આ ઉપરાંત વ્રતના દિવસે અન્નનો ત્યાગ કરવો જોઇએ. માત્ર ફળાહાર કરવો જોઇએ.
- વ્રત દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરો અને સાથે કોઇ ખરાબ વિચાર તમારા મગજમાં ન આવવા દો. બની શકે તો ક્રોધ, લોભ અને મોહથી દુર રહો.
- વ્રત રાખનારી વ્યક્તિએ ખોટુ ન બોલવું જોઇએ અને સાથે મનને થોડું કન્ટ્રોલમાં રાખવું જોઇએ.
આ પણ વાંચોઃ નવરાત્રિ પહેલા ઘરમાંથી બહાર કરો આ વસ્તુઓ, બચી જશો આર્થિક નુકશાનથી