ગુજરાત

ગરીબ અને મધ્યમ વર્ગીય પશુપાલકો માટે સરકારે આપી આટલી સહાય

Text To Speech

રાજ્ય સરકાર દ્વારા નાના પશુઓનું પાલન કરતાં પશુપાલકોને ચૂકવતી વિશેષ સહાયના રુપે બકરા એકમ સહાય પેટે રૂ.45 હજારની સહાય કરવામાં આવી છે. તેમજ પંચમહાલ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં અનુસૂચિત જનજાતિની 160 મહિલા લાભાર્થીઓને બકરા એકમ સહાય હેઠળ રૂ.72 લાખ સહાય ચૂકવવામાં આવી છે.

આ પણ વાંચો : ગાંધીનગર હાઈએલર્ટ પર, 77 આરોગ્ય કર્મીઓએ મુખ્યમંત્રીના નિવાસ્થાને આત્મવિલોપનની ચિમકી

પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, નાના પશુઓનું પાલન કરતાં પશુપાલકો માટે રાજ્ય સરકાર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી તેમને સહાય આપી રહી છે. દેશની અર્થવ્યવસ્થામાં પણ પશુપાલન વ્યવસાયનું ખૂબ મોટું યોગદાન છે, ત્યારે ગરીબ તેમજ મધ્યમ વર્ગીય ખેડૂત પશુપાલકોની આવક વધારવા માટે બકરા પાલન શ્રેષ્ઠ વિકલ્પ છે. બકરા એકમ સહાય માટે રાજ્ય સરકાર દ્વારા (10 બકરી + 1 બકરા) એકમ દીઠ રૂ. 45 હજારની સહાય ચૂકવવામાં આવે છે.

પશુપાલકોને સહાય - Humdekhengenews

વિધાનસભા ગૃહમાં બકરા એકમ સહાય સંદર્ભે પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુતર આપતા પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલે ઉમેર્યું કે, તા.31મી ડિસેમ્બર 2022ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં દાહોદ જિલ્લામાં બિન અનામત કેટેગરીના કુલ 39 લાભાર્થીઓને રૂ.17.55 લાખ સહાય ચૂકવવામાં આવી છે. તે જ રીતે પંચમહાલ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં અનુસૂચિત જનજાતિની 160 મહિલા લાભાર્થીઓને બકરા એકમ સહાય યોજના હેઠળ રૂ.72 લાખ સહાય ચૂકવવામાં આવી છે. જ્યારે છોટાઉદેપુર જિલ્લામાં અનુસૂચિત જનજાતિની 116 મહિલા લાભાર્થીઓને આ યોજના હેઠળ બે વર્ષમાં રૂ.56.70 લાખની સહાય ચૂકવાઇ છે.

Back to top button