ગુજરાતટોપ ન્યૂઝ

ગાંધીનગર હાઈએલર્ટ પર, 77 આરોગ્ય કર્મીઓએ મુખ્યમંત્રીના નિવાસ્થાને આત્મવિલોપનની ચિમકી

Text To Speech

પંચાયત વિભાગના તાબા હેઠળ આરોગ્ય કર્મચારીઓેએ આત્મવિલાપનની ચીમકી આપતા ગાંધીનગર ઉપરાંત રાજ્યભરની પોલીસ દોડતી થઈ ગઈ છે.

આ પણ વાંચો : સરકારે આખરે સ્વીકાર્યું ! રાજ્યના બે જિલ્લાની 54 સ્કૂલોમાં એક શિક્ષકથી શૈક્ષણિક કાર્ય ચાલે છે

મલ્ટિપર્પઝ હેલ્થ વર્કરની નવી ભરતી હાલમાં સંપન્ન થઈ છે. નવા આરોગ્ય કર્મચારીઓને નિયુક્ત કરવાનો આદેશપત્ર મળે તે પહેલા જ જૂના આરોગ્ય કર્મચારીઓએ પોતાની સિનિયારીટીને ધ્યાનમાં રાખી વતન નજીક બદલી કરવાની માંગણી કરાઈ હતી. જો કો પંચાયત વિભાગે આ માંગણી સામે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

MPHW - Humdekhengenews

જો કે હવે 77 આરોગ્ય કર્મચારીઓએ ગાંધીનગર અને અમદાવાદ ખાતે આવેલા મુખ્યમંત્રીના નિવાસ્થાન સામે આત્મવિલોપનની ચિમકી આપતા રાજ્યભરની પોલીસને એલર્ટ કરાઈ છે. ગાંધીનગરમાં હાલ વિધાનસભા સત્ર ચાલી રહ્યું હોવાથી આવા કોઈ કર્મચારીઓ ત્યાં ઘુસણખોરી ન કરે તે માટે તંત્રને હાઈએલર્ટ કરાયું છે. ઉપરાંત દરેક જિલ્લા પંચાયતોમાં આ પ્રકારની ચિમકી આપનાર કર્મચારીઓને શોધીને તેમને સમજાવટની કાર્યવાહી કરવા પણ કહેવાયુ છે.

Back to top button