કચ્છ - સૌરાષ્ટ્ર

પોલીસ ઇન્સપેક્ટરે માનવતા દાખવી વિદ્યાર્થિનીને સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડી

Text To Speech

ગુજરાત રાજ્યમાં હાલ બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે અનેક એવા કિસ્સા સામે આવી રહ્યા છે કે જે આપણાં હ્રદયને સ્પર્શે, તેવો જ કિસ્સો ભુજમાં ગઈ કાલે બન્યો હતો. જેમાં નિશા સવાણી નામની એક 10 માં ધોરણની વિધાર્થીની તેના પિતા સાથે પરીક્ષા આપવા નિકડી હતી, ઉતાવળમાં વિદ્યાર્થિનીના પિતા ભૂલથી બીજા પરીક્ષા કેન્દ્ર માતૃછાયા સ્કૂલમાં ઉતારી નિકડી ગયા હતા.

આ પણ વાંચો : અમદાવાદ સહિત ગુજરાતના આ વિસ્તારોમાં પવન સાથે કમોસમી વરસાદની આગાહી !
પોલીસ - Humdekhengenews ત્યારબાદ વિદ્યાર્થિનીને ખોટા પરિક્ષા કેન્દ્ર પર પહોંચી હોવાનું જાણ થતાં રડવા લાગી હતી દરમિયાન A ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર જય ઢોલા પેટ્રોલિંગ દરમિયાન ત્યા પહોંચતા તેમની નજર આ વિદ્યાર્થિની પર પડી હતી. વિદ્યાર્થિનીએ સમગ્ર વાત જય ઢોલાને કરતાં તેમણે સમય સૂચકતા સાથે વિદ્યાર્થિનીને તેના પરીક્ષા કેન્દ્ર આર. ડી. વાસાણી સ્કૂલમાં સમયસર અને સુરક્ષિત રીતે પહોંચાડી માનવતા દાખવી હતી.

આ પણ વાંચો : સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતેના પ્રાણી સંગ્રહાલયમાં 2 વર્ષમાં 12 પશુ-પક્ષીઓના મોત !

ઉલ્લેખનીય છે કે જ્યારે બોર્ડની પરીક્ષા હોય છે ત્યારે વિદ્યાર્થીઓ પર માનસિક તણાવ વધુ હોય છે અને તેમાં પણ જ્યારે આવી કોઈ ઘટના બને ત્યારે તે વધુ ડરી જાય છે પણ આજે ગુજરાત પોલીસના પોલીસ ઇન્સ્પેકટરની માનવતાને લીધે વિદ્યાર્થિનીનું એક વર્ષ બગાડતાં બચ્યું હતું.

Back to top button