ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર: બનાસકાંઠામાં ફરીથી માવઠાની આગાહીથી ખેડૂતો ચિંતાતુર, વાદળછાયું વાતાવરણ

Text To Speech

પાલનપુર: હવામાન વિભાગ દ્વારા તાજેતરમાં જ કરવામાં આવેલી માવઠાની આગાહી સાચી પડી હતી. જેમાં ખેડૂતોને નુકસાન થયું હતું. ત્યારે હવે ફરીથી તારીખ 15 અને 16 માર્ચના રોજ ગાજવીજ પવન સાથે હળવા વરસાદની આગાહી કરાતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. હવામાન વિભાગ દ્વારા તારીખ 5 અને 6 માર્ચના રોજ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. જે મુજબ રાજ્યના અનેક ભાગોમાં વરસાદી છાંટણા પડ્યા હતા.જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ ડીસા સહિત ના વિસ્તારોમાં હળવા થી ભારે વરસાદી ઝાપટા પડતા ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થવા પામ્યું છે.

તંત્ર અને એપીએમસી દ્વારા ખેડૂતોને સજાગ કરાયા

જોકે હવામાન વિભાગની આગાહી ના કારણે જિલ્લા કલેકટરે તેમજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ એ ખેડૂતોને વરસાદ થવાની આગાહી હોય પોતાનો માલ પલડે નહીં તે દિશામાં પગલાં લેવા જણાવ્યું હતું.

તારીખ 15 અને 16 માર્ચના રોજ વરસાદની આગાહી

જોકે ખેડૂતોને કાપણીની સિઝન હોય મોટાભાગના ખેડૂતો નો માલ પલળી જતા ભારે નુકસાન થયું છે. ત્યારે હજુ તમાકુ ,જીરું, વરિયાળી તેમજ ઘઉં નો પાક લેવાની સીઝન ચાલી રહી હોય અનેક ખેડૂતોને કાપણી કરવાની બાકી છે ત્યારે ફરીથી 15 અને 16 માર્ચના રોજ વરસાદની આગાહીથી ખેડૂતોમાં ભારે ચિંતા ની લાગણી જોવા મળી રહી છે. આગાહીના પગલે સવારથી જ બનાસકાંઠા જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. જ્યારે વાતવરણમાં ઉકળાટ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો :સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતેના પ્રાણી સંગ્રહાલયમાં 2 વર્ષમાં 12 પશુ-પક્ષીઓના મોત !

Back to top button