બે વર્ષમાં 8,632 ઓડિટ વાંધાનો નિકાલ નહીં થવાને કારણે AMCને કરોડોનું આર્થિક નુકસાન થયુ છે. જેમાં ફક્ત 17 ટકા એટલે કે 1,749 વાંધાનો જ નિકાલ થયો છે. તેમજ મધ્ય ઝોનના એન્જિ.ના સૌથી વધુ 1,814 તથા પૂર્વ ઝોન એન્જિ.ના 800 ઓડિટ વાંધાના છે.
આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર રખડતા શ્વાનના “ડરથી” ફ્લાઇટ આકાશમાં રહી
બે વર્ષમાં મ્યુનિ.ઓડિટ વિભાગ દ્વારા 10,111 જેટલા ઓડિટ વાંધાઓ કાઢવામાં આવ્યા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઓડિટ વિભાગ દ્વારા જુદા જુદા ડિપાર્ટમેન્ટના કાઢવામાં આવેલા ઓડિટ વાંધાઓનો નિકાલ કરાતો ન હોવાને કારણે AMCને કરોડોનું આર્થિક નુકસાન થયું હોવાનો વિપક્ષી નેતાએ આક્ષેપ કર્યો છે. છેલ્લાં બે વર્ષમાં મ્યુનિ.ઓડિટ વિભાગ દ્વારા 10,111 જેટલા ઓડિટ વાંધાઓ કાઢવામાં આવ્યા છે અને તે પૈકી ફક્ત 17 ટકા ઓડિટ વાંધાનો એટલેકે 1,749 ઓડિટ વાંધાનો જ નિકાલ કરાયો છે અને તેના લીધે AMCને રૂ. 4 કરોડની રિકવરી થઈ છે.
આ પણ વાંચો: અમદાવાદના વિદ્યાર્થીએ બ્રેઈન હેમરેજને હરાવી ધોરણ-12ની પરીક્ષા આપી
બે વર્ષ થવા છતાં હજુ સુધી 8,362 ઓડિટ વાંધાઓનો નિકાલ કરાયો નથી. જેના કારણે મ્યુનિ.ને કરોડોનું આર્થિક નુકસાન થયું છે. મ્યુનિ.ના ઓડિટ વાંધાઓમાં મધ્ય ઝોનના એન્જિનીયરિંગ વિભાગના સૌથી વધુ 1,814 ઓડિટ વાંધાનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: ગુજરાતના 10 લાખથી વધુ ખેડૂતો સિંચાઈથી વંચિત, જાણો શું છે કારણ
BJPના સત્તાધીશોનું ઉદાસીન વલણ
વિપક્ષી નેતા શેહજાદખાન પઠાણે જણાવ્યું છે કે, AMCના ઓડિટ વિભાગ દ્વારા જુદા જુદા વિભાગોના વાઉચરો, રેકોર્ડની ચકાસણી, ખાતાના રેકર્ડના વાઉચરો, વગેરેના ઓડિટ કરીને તેમાં વિસંગતતા જોવા મળે તો તે અંગે વાંધા કાઢીને જરૂરી સ્પષ્ટતા- ખુલાસા માંગવામાં આવે છે. ઓડિટ વાંધાઓનો ઝડપથી નિકાલ કરવા બાબતે મ્યુનિ. તંત્ર અને BJPના સત્તાધીશોનું ઉદાસીન વલણ જોવા મળે છે. મ્યુનિ. ઓડિટ વિભાગ દ્વારા કાઢવામાં આવેલા ઓડીટ વાંધાઓનો ઝડપથી નિકાલ કરવા અંગે 2006માં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ઠરાવ કરાયો હતો. જોકે, ઓડિટ વાંધાઓનો નિયત સમયમાં નિકાલ નહીં થવાને કારણે પડતર ઓડિટ વાંધાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે.