ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતના 10 લાખથી વધુ ખેડૂતો સિંચાઈથી વંચિત, જાણો શું છે કારણ

નર્મદા યોજનામાં આઠ લાખ હેક્ટરથી વધુ જમીનને સિંચાઈનો લાભ જ મળ્યો નથી. જેમાં ગુજરાતના 10 લાખથી વધુ ખેડૂતો સિંચાઈથી વંચિત રહ્યાં છે. કેન્સ વિલા ગોલ્ફ કોર્સ, અદાણી શાંતિગ્રામમાં નિયમો નેવે મૂકી પાણી અપાતું હોય છે. તેમાં નવ મિલિયન એકરફિટ પાણી હોવા છતાં આપણે 50 ટકાનો આંકડો પાર કરી શક્યા નથી.

આ પણ વાંચો:  અમદાવાદ: AMCના 4 અધિકારીઓને કામમાં બેદરકારી બદલ શોકોઝ નોટિસ ફટકારાઇ 

ખેડૂતો સરદાર સરોવર પ્રોજેક્ટના સિંચાઈના લાભથી વંચિત

ગુજરાતમાં નર્મદા યોજનામાં 18 લાખ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ આપવાની યોજના હતી, જોકે આજે 7થી 8 લાખ હેક્ટરથી વધુ જમીનને સિંચાઈનો લાભ આપી શકાયો નથી, એકંદરે 50 ટકાથી વધુ કામ બાકી હોવાથી ગુજરાતમાં દસ લાખથી વધારે ખેડૂતો સરદાર સરોવર પ્રોજેક્ટના સિંચાઈના લાભથી વંચિત છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં નર્મદા, જળસંપત્તિ વિભાગની માગણી પરની ચર્ચામાં વિપક્ષ કોંગ્રેસે આ દાવો કર્યો હતો.

આ પણ વાંચો: ગુજરાત સરકારે આ કંપની પાસેથી બે વર્ષમાં 8,788 કરોડની વીજળી ખરીદી

રિવરફરન્ટમાં આ સિંચાઈનું પાણી આપવામાં આવ્યું

કોંગ્રેસના ધારાસભ્યે ચર્ચામાં ભાગ લેતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં રાજસ્થાન કરતાં સાડા નવ ગણું પાણી હોવા છતાં, નવ મિલિયન એકરફિટ પાણી હોવા છતાં આપણે 50 ટકાનો આંકડો પાર કરી શક્યા નથી, જેના કારણે ખેતી સમૃદ્ધ બને, રોજગારી મળે તે સહિતના આયોજનો ખોરંભે ચડયા છે. દરેક જિલ્લા-તાલુકામાં પિયત મંડળીઓ ઊભી કરવાની કામગીરીમાં પણ સરકાર નાકામ રહી છે. કમાન્ડ એરિયાની બહાર પાણી આપી ન શકાય તેવી જોગવાઈ છે પરંતુ સાણંદ પાસેના કેન્સ વિલાના ગોલ્ફ કોર્સમાં, અદાણીના શાંતિગ્રામમાં અને સી પ્લેન ઉડાડવા માટે રિવરફરન્ટમાં આ સિંચાઈનું પાણી આપવામાં આવ્યું છે.

ચાર રાજ્યો રિવ્યૂ માટે ભેગા થશે ત્યારે ગુજરાત ભીંસમાં મુકાશે

નર્મદા સ્ટેટ કંટ્રોલ ઓથોરિટીના રેકોર્ડમાં આ બાબત છે, આગામી સમયમાં ચાર રાજ્યો રિવ્યૂ માટે ભેગા થશે ત્યારે ગુજરાત ભીંસમાં મુકાશે. વિપક્ષે એવો મુદ્દો ઉઠાવ્યો હતો કે, 50 ટકા અધૂરા કામો, મંડળીઓ બનાવી નહિ, કમાન્ડ એરિયાને કવર ન કર્યો, કમાન્ડ એરિયાની ઐસીતૈસી કરી બીજી જગ્યાએ પાણી આપ્યું, આ બધા પ્રશ્નોને લીધે જો મધ્યપ્રદેશ નવ મિલિયન એકરફિટ પાણી નહિ આપે તો તેના માટે જવાબદાર કોણ રહેશે? ગુજરાતે રિવ્યૂ માટે હજુ કોઈ પેપર વર્ક તૈયાર કર્યું નથી.

આ પણ વાંચો: અમદાવાદના વિદ્યાર્થીએ બ્રેઈન હેમરેજને હરાવી ધોરણ-12ની પરીક્ષા આપી 

 સરકારે દરેકે દરેક નર્મદાના ડ્રોપનો હિસાબ જાહેર કરવો જોઈએ

કેન્દ્રના રિપોર્ટમાં સામે આવ્યું છે કે, ગુજરાતના 69 તાલુકા સેમિ ક્રિટિકલ છે, 12 ક્રિટિકલ અને 31 તાલુકા કે જે ઉત્તર ગુજરાતના છે એ ઓવર એક્સપ્લોઈટરની કેટેગરીમાં છે. સવાલ એ ઊભો થાય છે કે, જો સિંચાઈનો લાભ અપાતો હોય, ભૂગર્ભ જળ રિચાર્જ કરવાની યોજના હોય તો પછી દસ વર્ષમાં એક્સ્પ્લોઈટરની કેટેગરીમાં 10 વર્ષથી કેમ બહાર આવતાં નથી? આદિવાસી સમાજના લોકો આજે પણ પાણી માટે મોહતાજ છે. ગુજરાત સરકારે દરેકે દરેક નર્મદાના ડ્રોપનો હિસાબ જાહેર કરવો જોઈએ, આ માટે વ્હાઈટ પેપર બહાર પાડવું જોઈએ.

Back to top button