વર્લ્ડ

શું ઈમરાન ખાનની ધરપકડ થશે? પૂર્વ પીએમના ઘરની બહાર પીટીઆઈ સમર્થકો અને પોલીસ વચ્ચે ઉગ્ર અથડામણ

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના પ્રમુખ ઈમરાન ખાનની ધરપકડ કરવા પોલીસ પહોંચી ગઈ છે. ઈમરાન-સમર્થકો પોલીસની સામે ‘દીવાલ’ની જેમ ઊભા છે. સમર્થકોની પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પથ્થરો ફેંકવામાં આવી રહ્યા છે ઈસ્લામાબાદ પોલીસ અને રેન્જર્સ કમાન્ડો મંગળવારે સાંજે ફરી એકવાર ઈમરાન ખાનના લાહોરના ઘરે પહોંચ્યા છે. ઇમરાનની ધરપકડ કરવા માટે પોલીસની ટીમ સોમવારે હેલિકોપ્ટર દ્વારા લાહોર પહોંચી હતી, પરંતુ ત્યારબાદ ઇમરાન ત્યાં મળ્યો ન હતો. બાદમાં ઈમરાન બુલેટ પ્રુફ કારમાં ક્યાંક ગયો હોવાની માહિતી મળી હતી. જો કે, હવે ઇસ્લામાબાદ કોર્ટના નિર્દેશોને પગલે, પોલીસકર્મીઓ અને કમાન્ડો ફરી આજે (14 માર્ચ) પૂર્વ વડાપ્રધાનની ધરપકડ કરવા ઇમરાન ખાનના લાહોર સ્થિત ઘરે પહોંચ્યા છે.

ઈમરાનની ધરપકડને લઈને હોબાળો

આ દરમિયાન ઈમરાન ખાને ફરી એકવાર સમર્થકોને એક થવાની અપીલ કરી છે. ઈમરાન ખાને સોશિયલ મીડિયા પર લખ્યું, પાકિસ્તાની લોકો સાંભળો… તમારા નેતાનો જીવ જોખમમાં છે. આપણે એકજૂટ રહેવું પડશે.” ઈમરાનના નેતૃત્વવાળી રાજકીય પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે કે દરેક વ્યક્તિએ બને તેટલી વહેલી તકે ખાન સાહબના લાહોરમાં જમાન પાર્કના ઘરે પહોંચવું જોઈએ.

પથ્થરમારામાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ 

પાકિસ્તાની અખબાર ‘ડૉન ન્યૂઝ’ અનુસાર, ઇમરાનના સમર્થકોને હમણાં જ પોલીસ પકડવામાં આવી છે. સ્થળ પર પથ્થરમારો થઈ રહ્યો છે. પથ્થરમારામાં કેટલાક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. લાહોર પોલીસે તેના નિવેદનમાં કહ્યું, “આજે અમે ઈમરાનની ધરપકડ કરવા આવ્યા છીએ અને તેને લઈ જઈશું. જે લોકો પથ્થરમારો કરી રહ્યા છે, તેમને છેલ્લી ચેતવણી આપવામાં આવી છે.”

પીટીઆઈ નેતાએ કહ્યું- હાઈકોર્ટે ધરપકડ વોરંટ રદ કર્યું

પીટીઆઈના વરિષ્ઠ નેતા ફારૂક હબીબે કહ્યું કે ગમે તે થાય, ઈમરાન ખાન નકલી કેસમાં પોલીસને શરણે નહીં જાય. હબીબે કહ્યું, “ઈસ્લામાબાદ હાઈકોર્ટે આજે મહિલા ન્યાયાધીશને ધમકી આપવાના કેસમાં ધરપકડ વોરંટને સસ્પેન્ડ કરી દીધું છે. ચાલો જોઈએ કે પોલીસ હવે શું નવું વોરંટ લાવે છે.

આ પણ વાંચો : ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણીએ કરી સગાઈ, જાણો કોણ છે તેની મંગેતર; જુઓ Photos

Back to top button